સફાઈ કામગીરી સાથે સંકળાયેલા બહેનો માટે સ્વસહાય જૂથની રચના અંગે બેઠક મળી

Local | Rajkot | 17 April, 2024 | 03:18 PM
જુથની રચના, ભૂમિકા તથા સ્વચ્છતા અંગે બહેનોને માહિતગાર કરાયા
સાંજ સમાચાર

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા

સ્વચ્છ સર્વેક્ષણ-2024 અંતર્ગત સ્વચ્છતા માટે કાર્યરત મહિલાઓની ભાગીદારી અને લીડરશીપને મજબુત બનાવવા માટે તા.15.04.2024નાં રોજ વોર્ડ નં.13માં વોર્ડ ઓફીસ ખાતે માર્ગદર્શક મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સફાઈ કામગીરી સાથે સંકળાયેલ બહેનો માટે સ્વ-સહાય જૂથની રચના, ભૂમિકા તથા સ્વચ્છતા માટે જૂથના યોગદાન વિગેરે વિશે માહિતીગાર કરવામાં આવ્યા હતા.

આ મીટીંગમાં સ્વ-સહાય જૂથની રચનાથી મહિલા નેતૃત્વ મજબુત બને અને જૂથ થકી થતા ફાયદાઓથી માહિતીગાર કરવામાં આવ્યા સાથોસાથ મહિલાઓને સ્વચ્છતા અંગે માહિતી માર્ગદર્શન મળી રહે તેમજ આ બહેનો સફાઈ કામગીરી સાથે જોડાયેલ હોય તેમના દ્વારા શહેરને સ્વચ્છ રાખવામાં મહત્વની ભૂમિકા નિભાવવામાં આવતી હોય લોકજાગૃતિ માટે તેમના કાર્યક્ષેત્રમાં લોકો સ્વચ્છતા પ્રત્યે સભાન બને તે માટે પ્રયત્નો કરવા પણ જણાવવામાં આવેલ હતુ.

જેમાં બહેનોને સૂકા અને ભીના કચરાના વર્ગીકરણ અંગે માર્ગદર્શન, 3આર(રીડ્યુઝ, રીયુઝ અને રીસાઈકલ) તથા કીચન વેસ્ટના હોમ કોમ્પોસ્ટીંગ અંગેની માહિતી આસિસ્ટન્ટ પર્યાવરણ શ્રી ખેવનાબેન વકાણી તથા વોર્ડ ન.13 નાં સેનેટરી ઇન્સ્પેકટર શ્રી નીલેશભાઈ કાચા તેમજ સેનેટરી સબ ઇન્સ્પેકટર શ્રી પ્રિયંકાબેન ચાર્ડ દ્વારા આપવામાં આવેલ હતી.  

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj