લોકસભા ચૂંટણીમાં મતદાર જાગૃતિ અંતર્ગત

રાજકોટની 364 આંગણવાડીના વર્કર, કાર્યકર સુપરવાઈઝરો સાથે બેઠક મળી

Local | Rajkot | 17 April, 2024 | 03:14 PM
સાંજ સમાચાર

રાજકોટ,તા.17

લોકસભા સામાન્ય ચૂંટણી -2024 અંતર્ગત વિધાનસભા સામાન્ય ચૂંટણી-2022 દરમિયાન જે મતદાન મથકોમાં મહિલાઓનું મતદાન પુરુષોની સરખામણી 10% ઓછું હતું તેવા કુલ-303 મતદાન મથકો તેમજ જે મતદાન મથકોનું મતદાન 50%થી ઓછું હતું તેવા-58 મતદાન મથકોની સંખ્યા મળી કુલ-361 મતદાન મથકોને અલગ તારવીને આ મતદાન મથકો તેમજ પછાત વિસ્તારોમાં સ્ત્રીઓનું મતદાન વધે તે માટે રાજકોટ શહેરની કુલ-364 આંગણવાડીના વર્કર, કાર્યકર, સુપરવાઈઝરોની એક મિટીંગ નોડલ ઓફિસર અને નાયબ મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરે તથા ઈંઈઉજ શાખાના પ્રોજેક્ટ ઓફીસરશ્રી ડો. લલીત વાંઝાનાં અધ્યક્ષ સ્થાને તા.15/04/2024ના રોજ સવારે 11-00 કલાકે પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ ખાતે યોજાયેલ હતી.

કાર્યક્રમની પ્રાસંગિક વિધિ મેનેજર એન.એમ.આરદેશણા દ્વારા કરવામાં આવેલ તેમાં હાજર રહેલ તમામનું સ્વાગત કરવામાં આવેલ ત્યારબાદ લોકસભા સામાન્ય ચૂંટણી-2024 અંતર્ગત તા.07/05/2024ના રોજ મહિલાઓ બહોળા પ્રમાણમાં  મતદાન કરે અને મતદાનની ટકાવારી વિધાનસભા સામાન્ય ચૂંટણી-2022 કરતાં વધુ થાય તે માટે  આંગણવાડી કાર્યકરો તેમજ સુપરવાઈઝરોને સૌ પ્રથમ વિવિધ ડીજીટલ કલીપ તેમજ આંગણવાડી ખાતે વાલીઓની હાજરીમાં વોટર અવેરનેસ વધે તે માટે વિવિધ સ્પર્ધાઓ જેવીકે રમતો-રંગોળી-મહેંદી તેમજ ક્વીઝ કોમ્પિટિશન-સ્લોગન રાઈટીંગ-મારફતે મહિલા વાલીઓ મતદાન કરવા પ્રેરાય તે માટેની સમજણ નોડલ ઓફિસર અને નાયબ કમિશનર શ્રી સ્વપ્નિલ ખરે દ્વારા આપવામાં આવેલ હતી, ત્યારબાદ આંગણવાડી વર્કરો-સુપરવાઈઝરો દ્વારા પોતાનું તેમજ પરિવારનું મતદાન 100% થાય તે માટે જરુરી શપથવિધિ યોજવામાં આવેલ હતી, અંતમાં કાર્યક્રમનું સમાપન પ્રોજકેટ ઓફિસર શ્રી વાંઝા દ્વારા કરવામાં આવેલ હતું. 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj