આનંદનગર મેઈન રોડ પરથી એકટીવાની ચોરી કરનાર સગીર ઝડપાયો; પાંચ વાહનો ચોર્યાની કબુલાત

Crime | Rajkot | 02 April, 2024 | 05:00 PM
બાઈક, એકટીવા, એકસેસની ચોરી કરી છુપાવી દીધા હતા: વાહનો જપ્ત
સાંજ સમાચાર

રાજકોટ તા.2
રાજકોટ ભક્તિનગર પોલીસે પેટ્રોલીંગ દરમિયાન એક સગીરને ચોરાઉ એકટીવા સાથે ઝડપી તેમના વાલીની હાજરીમાં પુછપરછ કરતા અન્ય ચાર વાહનો મિત્રોની મદદથી ચોરી કરી હોવાની કબુલાત આપી ચોરી કરી છુપાવી દીધેલા વાહનો કાઢી આપ્યા હતા.

ભક્તિનગર પો.સ્ટે.ના પી.આઈ. મયુરધ્વજસિંહ સરવૈયાની સૂચના મુજબ પો.કોન્સ. પુષ્પરાજસિંહ ગોહિલ, રાજદીપસિંહ જાડેજાએ સોમનાથ ટી.સ્ટોલ, વિનોદભાઈ ટોલ સામે નંબર પ્લેટ વિનાના સફેદ કલરના એકટીવા લઈ નીકળેલા સગીરને અટકાવી આધાર પુરાવા માંગતા નહી આપતા તેમના વાલીને બોલાવી આ એકટીવા વિશે પુછતા સગીરે આ એકટીવા હોળીના આગલા દિવસે રાત્રીના આનંદનગર મેઈનરોડ શુભમ સ્કુલ પાસેથી ચોરી કર્યાની કબુલાત આપી અન્ય ચાર વાહનો પણ ચોરી કરી રણછોડદાસ કોમ્યુનીટી હોલની પાસે આર.એમ.સી.નાં પાર્કીંગની દિવાલ પાસે ઈલેકટ્રીક સબ સ્ટેશનની આડમાં છુપાવી દીધાની કબુલાત આપતા ત્યાંથી અન્ય ચાર વાહનો કબ્જે લેવામાં આવ્યા હતા.

આ સગીર સાથે તેમના અન્ય ત્રણ સગીર મિત્રોએ સાથ આપ્યાની વિગતો ખુલી હતી. આ સગીર મિત્રો રાત્રીના ચાવી સાથે પડેલ વાહનોની ચોરી કરી નંબર પ્લેટ કાઢી નાખી ફેરવતા હતા. આ કામગીરી પો.સબ.ઈન્સ. એમ.એન.વસાવા તથા સ્ટાફે કરી હતી.

► સગીર આરોપીઓ અભ્યાસ કરે છે, બાઈક ફેરવી મોજશોખ કરવા જ ચોરી કરતા હતા
પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, આરોપી સગીરોની ઉંમર 14થી16 વર્ષ છે. આરોપી સગીરો ધો.8 અને ધો.9માં અભ્યાસ કરતા હતા. તેઓ ફકત બાઈક ફેરવી મોજશોખ કરવા માટે જ બાઈક ચોરી કરતા હતા. ઘરે ખબર પડે તો ખિજાશે તેવો ડર હતો એટલે બાઈક ફેરવી અવાવરું ખંઢેરમાં બાઈક છુપાવી દેતા હતા.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj