રાજકોટનાં ગોંડલ પંથકમાં એકા’દ વર્ષમાં જ ‘સિંહો’નો કાયમી વસવાટ !!

Saurashtra | Rajkot | 23 February, 2024 | 05:04 PM
ખંભાલીડા પંથકમાં સાત માસથી એક જ સ્થળે સિંહ જોડીનો પડાવ: સિંહ જો કોઈ સ્થળે છ માસથી વધુ રહે તો, તે વિસ્તારને કાયમી વસવાટ માટે પસંદ કરી લે છે: વન વિભાગનાં સૂત્રોનું સમર્થન
સાંજ સમાચાર

રાજકોટ,તા.23
છેલ્લા કેટલાંક સમયથી રાજકોટ જિલ્લામાં સતત અવર-જવર કરી રહેલા ગિરનાર અને કુંકાવાવ રેવન્યુ વિસ્તારમાં સિંહોનો હવે વધીને એકાદ વર્ષમાં જ રાજકોટ જિલ્લાનાં ગોંડલ પંથકમાં કાયમી વસવાટ થઈ જાય તેવા નિર્દેશો રાજકોટ વન વિભાગનાં સૂત્રોએ આપ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાંજ સરકાર દ્વારા રાજકોટ જિલ્લાનાં અમૂક તાલુકાઓનો બ્રૃહદ ગીરમાં સમાવેશ કરાયો છે. જેમાં ગોંડલ તાલુકાનો પણ સમાવેશ થાય છે.

ખાસ કરીને ગોંડલનાં રેવન્યુ ખંભાલીડા, ધરાળા, દેરડી, કુંભાજી વિસ્તારમાં વારંવાર સિંહો આવી રહ્યા છે.હાલમાં જ છેલ્લા એકા’દ માસ દરમ્યાન ગોંડલનાં ઉપરોકત વિસ્તારોમાં સિંહોની અવર-જવર ખૂબજ સક્રિય બની છે ત્યારે વન વિભાગનાં સૂત્રો એવો નિર્દેશ આપી રહ્યા છે.કે ગોંડલ પંથકમાં વાતાવરણ ઉપરાંત સિંહોને પૂરતા પ્રમાણમાં ખોરાક પાણી ઉપલબ્ધ થઈ રહ્યા છે.

આથી વધીને એકા’દ વર્ષમાં આ પંથકમાં સિંહોનો કાયમી વસવાટ થઈ જાય તેવી પૂરી શકયતા છે. વનવિભાગનાં સૂત્રો એવું પણ જણાવેલ છે કે કોઈ વિસ્તારમાં, સિંહનો એક સાથે છમાસથી, વધુ રહે તો તેનો અર્થ એવો થાય છે કે તેણે સંબંધીત સ્થળને કાયમી રહેઠાણ બની લિધુ છે. ત્યારે વન વિભાગના સૂત્રો એવું પણ જણાવી રહ્યા છે. કે છેલ્લા કેટલાક મહિનાઓથી ઉપર મુજબની પ્રકિયા થઈ પણ રહી છે.

ગોંડલનાં ખંભાલીડા જંગલ વિસ્તારમાં છેલ્લા સાત માસથી સિંહની એક જોડીએ પડાવ નાંખ્યો છે અને આ સિંહ સાત માસથી આ એક જ સ્થળે છે. કોઈ ક જ વાર આ સિંહ જેતપુરની બોર્ડર સુધી જાય છે. પરંતુ તુરંત ખંભાલિડા આવી જાય છે.આ બાબતનો અર્થ એવો થયો કે આસિંહો એક ખંભાલિડાના જંગલને પોતાનાં કાયમી વસવાટ માટે પસંદ કરી લીધો છે.વનવિભાગનાં અધિકારીઓ એવો નિર્દેશ પણ આપે છે. કે નજીકનાં સમયમાં જ આ સિંહ જોડીનો વિસ્તાર વધશે એટલે સંભવત: ખંભાલિડા પંથકમાં સિંહોનો કાયમી વસવાટ થઈ જશે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj