આજે રાત્રે ‘વોઈઝ ઓફ લેઝન્ડસ’ના બેનર હેઠળ મહાનગાયક કિશોરકુમારના યાદગાર ગીતોનો કાર્યક્રમ

Local | Rajkot | 18 May, 2024 | 03:55 PM
સાંજ સમાચાર

રાજકોટ તા.18

 આગામી તા.18ના શનિવારે રાત્રે 9-15 કલાકે હેમુ ગઢવી હોલ ખાતે ‘વોઈસ ઓફ લેજન્ડસ’ના બેનર હેઠળ હિન્દી ફિલ્મ સંગીત જગતના મહાન ગાયક કિશોરકુમારના યાદગાર ગીતોનો જાજરમાન કાર્યક્રમ યોજવામાં આવેલ છે.

 ઉપરોકત સંગીત મઢયા કાર્યક્રમમાં રાજકોટના ખ્યાતનામ કલાકાર સુનીલ ગઢીયા કે જેઓ ભારતભરમાં છેલ્લા 40 વર્ષથી કિશોરકુમારના હિન્દી તેમજ બંગાળી ગીતોના કાર્યક્રમ આપી રહ્યા છે. સંગીત તજજ્ઞોના મતે તેમનો સ્તર કિશોરકુમારથી અત્યંત નજીક છે. આ કાર્યક્રમમાં તેઓને સાથ આપશે વડોદરાના ખ્યાતનામ સ્વર કિન્નરી હેતલ મુનસી પંડયા કે જેઓ છેલ્લા 35 વર્ષથી સંગીતની દુનિયામાં સ્ટેજ પ્રોગ્રામ તેમજ ગુજરાતી ફિલ્મોમાં ઉપરાંત ઘણીબધી જાહેરાતોમાં પોતાનો અવાજ આપેલ છે. ભારતીય ફીલ્મના પ્લેબેક સીંગરો જેવા કે ઉદીત નારાયણ, સોનુ નિગમ, કુમાર સાન્નુ, મહમદ અઝીઝ, શબ્બીર કુમાર, વિનોદ રાઠોડ, અનવર જેવા નામાંકિત કલાકારો સાથે સ્ટેજ પ્રોગ્રામ આપેલ છે.

 આ ઉપરાંત લગભગ 25થી વધારે ફિલ્મોમાં પ્લેબેક આપેલ છે. વડોદરા ખાતે વિશ્ર્વવિખ્યાત ગઝલ સમ્રાટ ગુલામઅલી ખાન સાહેબની સાથે ગુજરાતમાંથી એક માત્ર લેડી સીંગરને સ્ટેજ પર પરફોર્મ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયેલ છે.

 ઉપરાંત જામનગરના ગાયીકા રીના ગજજર પણ તેમના સુરીલા કંઠના કામણ પાથરશે. મહેમાન કલાકાર તરીકે મોહીત બુચ, શ્રીકાંત નાયર અને સુનિલ ગઢીયાના પુત્ર ગીત ગઢીયા પણ પોતાની આગવી કલા અનોખા ગીતો સાથે રજૂ કરશે. આ સમગ્ર કાર્યક્રમના આયોજનમાં ‘વાઈસ ઓફ લેજન્ડ’ ગ્રુપના ફાઉન્ડર કેતનભાઈ મહેતા, સુનિલભાઈ લાખાણી, અરૂણભાઈ શિશાંગીયા, મીત ગઢીયા તથા બિરેન બુચ જહેમત ઉઠાવી રહ્યા છે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj