વિજ્ઞાનજાથા દ્વારા અંધશ્રધ્ધાને દૂર કરવા લોકજાગૃતિ કાર્યક્રમ યોજાયો

Local | Jamnagar | 20 April, 2024 | 02:57 PM
સાંજ સમાચાર

જામનગર તા.20

ધ્રોલ તાલુકાના મોટા ઈટાળા ગામમાં  લેઉઆ પટેલ સેવા સમાજ ફોળ સંચાલિત શ્રીમતિ ડી.એચ.કે. મુંગરા ક્ધયા વિદ્યાલય દ્વારા શિભિરમાં ગ્રામજનોમાં અઉગ્રતા નિવારણનો ભારત જન વિજ્ઞાન જાથાનો ચમત્કારોથી ચેતો લોકજાગૃતિ કાર્યક્રમ સફળતાથી સંપન્ન થયો હતો. અવકાશી ગ્રહો કદી માનવજીવન કે તેની દૈનિક ક્રિયામાં અવરોધક પરિબળ નથી. માનવીને પોતાનો અહમ, પૂર્વગ્રહો નડે છે તેના ઉપર વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. પ્રથાનો 10034 મો કાર્યક્રમ સંપન્ન થયો હતો.

કાર્યક્રમનું વૈજ્ઞાનિક પદ્ધતિથી ઉદયાટન કોલેજના સંચાલક વિજયભાઈ મુંગરાએ કર્યું હતું. તેમણે અંધશ્રદ્ધાને દેશવટો આપવાની વાત કરી હતી. પ્રિન્સિપાલ ડો. પ્રવિણાબેન તારપરાએ શ્રઢા, અંધશ્રદ્ધાની પાતળી ભેદરેખાની વાત કરી અનુભવે સાચું જ્ઞાન વિજ્ઞાન તરફ દોરી જાય છે. પુરૂષાર્થ, તર્કને પ્રાધાન્ય આપવાથી માનવીની પ્રગતિ થાય છે. મોટા ઈટાળા ગામની પસંદગી સાર્થકતા બતાવી હતી.

જાથાના રાજય ચેરમેન-એડવોકેટ જયંત પંડવાએ ગ્રામજનોને સંભોધતા જણાવ્યું કે વિજ્ઞાન જાથાએ 32 વર્ષમાંથી 40 થી વધુ વખત ભૂત-પ્રેત, ડાકલ, જીન્નાતની કહેવાતી હકિકત, ખ્વામ તપાસવા ભારતભરમાં ભ્રમણ કરતાં આજ સુધી અસ્તિત્વ સંબંધી એકપણ સત્ય હકિકત પ્રકાશમાં આવી ન હતી.

માનસિક ભ્રમણા કે માનવસર્જિત કાવત્રું સાબિત થયું હતું. તેથી ભૂત-પ્રેત, ડાકાસ છે જ નહિં તેનો ડર કાઢી નાખવા અનુરોધ કર્યો હતો. વધુમાં જયંત પંડયાએ જણાવ્યું કે વર્તમાન સમયમાં મૃત્યુ પછીના શોકના દિવસો ટૂંકાવાની જરૂર છે. વરસી પછી શુભ કાર્ય થઈ શકે તે વર્ષો પુરાણો રિવાજ છે તેને તિલાંજલિ આપવી જોઈએ.

જાથાના જયંત પંડયાએ જણાવ્યું કે વાસ્તુશાસ્ત્ર, ફેંગશૂઈ, જયોતિષશાસ્ત્ર, ટેરાશાસ્ત્ર, અંકશાસ્ત્ર, છાયાશાસ્ત્ર, હસ્તરેખા વગેરે અવૈજ્ઞાનિક અને કપોળ-કલ્પિત છે તેની હકીકતો માત્ર ને માત્ર ભ્રમણા અને નસીબ તરફ લઈ જનારી હોય તેનાથી દૂર રહેવું જોઈએ. જાથાએ 2000 ઘરોનું સર્વેશણ કરતાં વાસ્તુશાસ્ત્ર ખર્ચાળ અને અધોગતિને આમંત્રણ આપવાનું સાબિત થયું છે. આપણા પૂર્વજોએ કદી વાસ્તુશાસ્ત્રને અનુસરણ કર્યું નહોતું છતાં સુખી-સમૃદ્ધ હતા તે આપણે નજરે જોઈએ છીએ.

ચમત્કારિક પ્રયોગોમાં એકના ડબલ, હાથમાંથી કંકુ-ભસ્મ-લોહી નીકળવું, જીભની આરપાર ત્રિશુલ, હાથ-માથા ઉપર દીવા રાખવા, શરીર ઉપર સળગતા કાકડા ફેરવવા, કર્ણપિશાચ વિદ્યા વિગેરેનું નિદર્શન કરી સ્થળ ઉપર શીખડાવી દેવામાં આવ્યા હતા.આ પ્રસંગે ગામના સરપંચ વિજયભાઈ ભંડેરી, તાલુકા પંચાયતના સદસ્ય મનશુખભાઈ ભંડેરી, ગણેશભાઈ મુંગરા, રતિભાઈ મુંગરા, કોલેજના આચાર્થી ડો. પ્રવિણાબેન તારપરા, ગામના આગેવાનો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના ટ્રસ્ટી વિજયભાઈ મુંગરા, આચાર્યા ડો. પ્રવિણાબેન તારપરા, પ્રોગ્રામ ઓફિસર પુનિતાબેન મછોયા, કૃપાલીબેન ગજેરા, છાત્રા લીડર દિયા ચાંગાણી, શ્રેય, ભંડેરી, ચાર્મી વસોયાએ ઉત્કૃષ્ટ કામગીરી કરી હતી. પ્રયોગોમાં ભાગ લેનાર જાથાના વિનોદ વાર:જા, અંકલેશ ગોહિલ, રોમિતભાઈ રાજદેવ, નિર્ભય જોશી, નાથાભાઈ પીપળીયા, ભાનુબેન ગોહિલ અને સ્થાનિક કાર્યકરો જોડાયા હતા.જનજાગૃતિ કાર્યક્રમ યોજવા ઈચ્છુકોએ મો. 98252 16689 ઉપર સંપર્ક કરવો.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj