વડોદરા યુનિ.ના પ્રથમ મહિલા ફાઈન આર્ટ ડિગ્રી ધરાવનાર હસુબેન પટેલે ગીફટ કરી

વડોદરામાં નિર્મિત લાલ સિતાર ન્યુયોર્ક મ્યુઝીયમની શોભા બનશે

Gujarat | Vadodara | 30 January, 2024 | 11:33 AM
◙ 1960માં નિર્મિત આ સિતાર તેનું અનોખુ મુલ્ય ધરાવે છે
સાંજ સમાચાર

◙ હસુબેનના માતા-પિતાએ 1960માં આ સિતારનું નિર્માણ કરાવ્યુ હતું. 10 વર્ષની ઉંમરે જ તેઓએ સંગીત ક્ષેત્રે પોતાનો પ્રથમ જાહેર કાર્યક્રમ રજુ કર્યો.

વડોદરા: ભારતની પ્રાચીન શિલ્પ-હસ્તકલાના એક ખૂબજ ઉત્કૃષ્ટ નમુના તેવી વડોદરામાં હસ્તકલા કારીગર દ્વારા નિર્મિત સીતારની જોડી હવે અમેરિકાના સૌથી જાણીતા મ્યુઝીયમની શોભા વધારશે. લાલ રંગની આ સિતાર ન્યુયોર્કના મેટ્રોપોલીટન મ્યુઝીયમ ઓફ આર્ટ ને સુપ્રત કરવામાં આવી છે.

આ મ્યુઝીયમ અમેરિકામાં સૌથી વધુ મુલાકાતીઓ ધરાવતું મ્યુઝીયમ ગણવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે જાણીતા સીતારવાદક હસુબેન પટેલના માતા-પિતાએ છેક 1960માં આ સિતારનું નિર્માણ કરાવ્યુ હતું.

હસુબેન પટેલે ફકત 10 વર્ષની ઉમરે જાણીતા સિતારવાદક ઉસ્તાદ વિલાયતખાનના માર્ગદર્શન હેઠળ પોતાની કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો અને તેઓએ આ સિતાર યોગ્ય રીતે જળવાઈ રહે તે હેતુથી મ્યુઝીયમને સુપ્રત કરી છે.

હસુબેન પટેલ એ વડોદરાથી મહારાજા સંયાજીરાવ યુનિ.માં પર્ફોમીંગ આર્ટ ફેકલ્ટીમાં સંગીત સાથે ડિગ્રી મેળવનાર પ્રથમ મહિલા છે. તેઓની આ સિતાર સંગીત વાદ્યોમાં નિર્માણ માટે જાણીતા બાબુલાલ સી. મિસ્ત્રીના સેકન્ડ જનરેશનના સોમાભાઈ મિસ્ત્રીએ તૈયાર કરી હતી.

આ પરિવાર પરંપરાગત ભારતીય વાદ્યોનું નિર્માણ કરવા માટે 150 વર્ષથી જાણીતા છે. હસુબેન તેમની આ સિતારને લાલ રંગથી પોલીશ્ડ કરાવી હતી જેથી અન્ય પુરુષ સંગીતકારથી તેમની સિતાર અલગ પડી શકે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj