મહિલા અને ગ્રામીણ ક્ષેત્ર પર નિર્મલા સીતારામન ફોકસ કરે તેવા સંકેત

India, Woman | 23 January, 2024 | 03:13 PM
બજેટમાં મહિલાઓ માટે કોઇ ખાસ યોજનાની તૈયારી : ગ્રામીણ ક્ષેત્રમાં કૃષિ લોન ટાર્ગેટ વધારાશે : સાબુ-બિસ્કીટ જેવા ઉત્પાદનોના વેંચાણમાં ગ્રામીણ ક્ષેત્રમાં પણ લાગેલી બ્રેક : ચિંતાનું કારણ
સાંજ સમાચાર

નવી દિલ્હી, તા.23
આગામી તા. 1ના રોજ રજૂ થનારા કેન્દ્રીય બજેટમાં મોદી સરકાર મહિલાઓ અને ગ્રામિણ ક્ષેત્ર પર ફોકસ કરે તેવા સંકેત છે. શહેરી વિસ્તારોમાં તો ભાજપ અગાઉથી જ મજબુત છે અને ગ્રામીણ ક્ષેત્રમાં હજુ પણ જ્ઞાતિ, જાતિ અને અન્ય સમીકરણોના આધારે ચૂંટણીઓ લડાઇ છે તેમાં પણ વિપક્ષોની મોટી વોટબેંકમાં ગાબડા પાડવા માટે મધ્યપ્રદેશ સ્ટાઇલથી બહેનો માટે ખાસ યોજના જાહેર કરે તો ખેડુતો અને અન્ય ગ્રામીણ વિસ્તારના લોકો માટે પણ મોટી રાહત જાહેરાત કરે તેવી શકયતા છે.

સુત્રોના જણાવ્યા મુજબ મોદી સરકારને આ માટેનું ફિડબેક કોર્પોરેટ ક્ષેત્રથી મળ્યું છે જેમાં ગામડામાં સાબુ, બિસ્કીટ ઝડપથી વેંચાતા ખાદ્ય અને અન્ય વ્યકિતગત ઉપયોગના ઉત્પાદનોનું વેચાણ પણ ઘટયું છે. અને મોંઘવારીની વધુ અસર ગ્રામીણ વિસ્તારોમાં જોવા મળે છે. રેટીંગ એજન્સી ક્રિસીલના વડા ડી.કે.જોશીના જણાવ્યા મુજબ ગ્રામીણ વેલફેર યોજનાને સપોર્ટ સિસ્ટમ તરીકે મોદી સરકાર કોઇ યોજના જાહેર કરે તો તેનાથી કૃષિ ક્ષેત્રને પણ લાભ મળે.

આ ઉપરાંત સરકાર કૃષિ લોનનો ટાર્ગેટ રૂા. 25 લાખ કરોડ પણ કરે તેવી શકયતા નકારાતી નથી. જે હાલ રૂા. 20 લાખ કરોડ છે. હાલ ખેડુતોને રૂા. 3 લાખ સુધીની લોન 7 ટકાના વ્યાજદરે મળે છે જેમાં ગુજરાત જેવા રાજયમાં રાજય અને કેન્દ્રની વ્યાજ સબસીડીના કારણે 0 ટકા લોન મળે છે પરંતુ આ 3 લાખની લોનમાં વધારો કરીને રૂા. બે લાખ વધારાના સામાન્ય વ્યાજદરથી પણ મળે તેવી યોજના જાહેર કરી શકે છે. ખાસ કરીને ગ્રામીણ અર્થતંત્રને મજબુત કરીને શહેરી અર્થતંત્રને પણ નવી ઉર્જા અપાઇ તેવી યોજના જાહેર કરી શકે છે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj