આહીર સમાજના નામનો ગેટ ઉપયોગ કરી રવિવારે યોજાનાર સ્વાભિમાન સંમેલનની મંજુરી રદ કરવા ઉગ્ર માંગ

Local | Rajkot | 12 April, 2024 | 04:52 PM
સાંજ સમાચાર

રાજકોટ,તા.12
 

વાળંદ સમાજના કેટલાક આવારા તત્વો દ્વારા અંદાજે 1 વર્ષ પહેલા આહિર સમાજમાં ઘુસરવા માટે મેરીટી કમિશ્નરમાં મજોકડા આહીર સમાજ નામનું ટ્રસ્ટ રજીસ્ટર્ડ કર્યુ હતું. પરંતુ આહિર સમાજના આગેવાનો દ્વારા આ શાખાનું ખંડન કરવામાં આવી રહ્યું છે.

તેઓએ સ્પષ્ટતા કરી છે કે મજોકઠા આતુર નામની કોઈ શાખા કાર્યરત નથી.આ વાણંદ જ્ઞાતિના કેટલાક લોકો દ્વારા આગામી તા.14/4ના રોજ રવિવારે પંડિત દિનદયાળ, ઉપાધ્યાય કોમ્યુનીટી હોલ આર્યનગર પેડક રોડ ખાતે મજોકઠા આહિર સમાજના બેકાર હેઠળ સ્વાભિમાન સંમેલન યોજવા જઈ રહ્યું છે ત્યારે સમસ્ત આહીર સમાજની માંગણી છે કે આ કાર્યક્રમની મંજુરી રદ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.આહીર સમાજની માંગણી અને લાગણી છે કે આ કાર્યક્રમ તાત્કાલીક તંત્ર દ્વારા અટકાવવામાં આવે આગામી સમયમાં ચૂંટણી આવી રહી છે. ત્યારે આંચાર રોહિતાનો ખુલ્લોઆમ ભંગ થતો અટકાવવા તાત્કાલીક મંજૂરી અટકાવવા ઉગ્ર માંગ કરવામાં આવી છે. આ કાર્યક્રમનું તંત્ર દ્વારા અટકાવવામાં નહી આવે તો આહિર સમાજ આંદોલનાત્મક કાર્યક્રમ યોજવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj