દુખાવા નિવારણ માટે મર્મ ચિકિત્સા પદ્ધતિથી સારવારનો કેમ્પ યોજાશે

Local | Jamnagar | 02 April, 2024 | 03:29 PM
સાંજ સમાચાર

જામનગર તા.2

મર્મ ચિકિત્સા એ ભારતવર્ષની પ્રાચિનતમ ચિકિત્સા માહેની એક છે અને તેને આયુર્વેદમાં પણ મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. તેના વડે પર્યાપ્ત માત્રામાં આંગળીઓ-હથેળી દ્વારા દબાણ આપી ઉપચાર કરવામાં આવે છે અને તે કારગર સાબિત થાય છે.

વર્તમાન સમયમાં લોકોમાં ફ્રોઝન (ખભ્ભાનો દુ:ખાવો તેમજ જકળાહટ), ગરદનનો દુ:ખાવો તેમજ જકળાહટ, કમરનો દુ:ખાવો વગેરે સાંધાના દુ:ખાવામાં મર્મ પધ્ધતિથી સારવાર માટે ખાસ ઓપીડીનું આયોજન કરવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, મહિલાઓમાં આ પ્રકારની તકલીફો પુરૂષોની સરખામણીએ વધુ જોવા મળે છે. વિનામુલ્યે અપાતી આ સારવારનો લાભ ખાસ ઓપીડી (તા.5 એપ્રિલ, શુક્રવાર, શલ્યતંત્ર અસ્થિસંધાન ઓપીડી રૂમ નં.104, ડીબ્લોક, પંચકર્મ ભવન, ધનવંતરી મંદિર પરિસર, સમય સવારે 9:00 થી 12:00 અને સાંજે 4:00 થી 6:00) સુધીમાં લેવા સંસ્થાના નિયામક પ્રો.વૈદ્ય અનૂપ ઠાકર દ્વારા યાદીમાં જણાવાયું છે. 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj