હળવદના સુખપર પાસે 11 લાખનો દારૂ ભરેલો ટ્રક ઝડપાયો

Crime | Morbi | 26 February, 2024 | 02:59 PM
હોટલના પાર્કિંગમાં પાર્ક કરાયેલા ટ્રક પર સ્ટેટ મોનીટરીંગ ટીમનો દરોડો : ડ્રાઇવરની ધરપકડ : રૂા. ર6.10 લાખનો મુદ્દામાલ કબ્જે
સાંજ સમાચાર

(જીજ્ઞેશ ભટ્ટ/પ્રશાંત જયસ્વાલ/વિશાલ જયસ્વાલ)
મોરબી/હળવદ, તા. 26
ગુજરાતનાં જુદાજુદા વિસ્તારમાં સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દ્વારા સફળ રેડ કરવામાં આવે છે તેવી જ રીતે મોરબી જિલ્લાના હળવદ અમદાવાદ હાઇવે ઉપર સુખપર ગામ પાસે સફળ રેડ કરવામાં આવી હતી અને ત્યાં આવેલ હોટલ રામદેવના પાર્કિંગમાંથી દારૂ અને બિયરનો જથ્થો ભરેલ ટ્રકને પકડવામાં આવેલ છે અને 11 લાખથી વધુની કિંમતના દારૂ અને બિયર સાથે હાલમાં એક શખ્સને ઝડપી લેવામાં આવેલ છે અને કુલ મળીને 26.10 લાખનો મુદ્દામાલ કબ્જે કરીને હળવદ તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવા માટેની તજવીજ શરૂ કરવામાં આવી છે.

મોરબીના પીપળીયા ચાર રસ્તા નજીક ડીઝલ ચોરી કરવામાં આવતી હતી જેમાં પોલીસ કર્મચારીની પણ સંડોવણી સામે આવી હતી તે સફળ રેડ સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ દ્વારા કરવામાં આવી હતી ત્યાર બાદ ગઇકાલે રાતના સમયે અમદાવાદ હળવદ હાઇવે ઉપર આવેલ સુખપુર ગામ પાસે આવેલ હોટલ રામદેવના પાર્કિંગમાં દારૂ અને બિયરનો જથ્થો ભરેલા ટ્રકને સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ દ્વારા પકડવામાં આવેલ છે વધુમાં મળી રહેલ માહિતી મુજબ રેડ કરવામાં આવી ત્યારે એમપી 45 ઝેડડી 9250 નંબરના ટ્રકમાંથી 11.04 લાખની કિંમતનો દારૂ અને બિયરનો જથ્થો મળી આવેલ છે. 

જેથી કરીને સ્થળ ઉપરથી ટ્રકના ડ્રાઈવર આરોપી અનિલ મંગુભાઇ મેડા રહે. નાની પીટોલ મધ્યપ્રદેશ વાળાની ધરપકડ કરેલ છે અને દારૂ, બિયર, ટ્રક, રોકડ રકમ અને મોબાઈલ સહિત કુલ મળીને 26.10 લાખનો મુદામાલ કબજે કરીને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે

હાલમાં સુખપર ગામ પાસે હોટલના પાર્કિંગમાંથી દારૂ અને બિયર ભરેલા ટ્રકની સાથે પકડાયેલા શખ્સની પોલીસે આગવી ઢબે પૂછપરછ કરતા આરોપી અનિલ મંગુભાઇ મેડાએ મધ્યપ્રદેશ સેન્જલીના મહેશ નિનામાં અને કૈલાશભાઈ સનાભાઈના નામ આવેલ છે

જેથી કરીને સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે હળવદ પોલીસ સ્ટેશને દારૂ મંગાવનાર અને મોકલનાર તેમજ તપાસમાં જે નામ ખુલે તે તમામ સામે ફરિયાદ નોંધાવેલ છે અને છેલ્લા થોડા જ દિવસોમાં મોરબી જીલ્લામાં સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દ્વારા બીજી સફળ રેડ કરવામાં આવી છે જેથી કરીને મોરબી જીલ્લામાં પોલીસની ઊંઘ હરામ થઈ ગઈ છે તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj