ભેંસાણનાં વાધણીયા નજીક ચાલુ બાઈકમાંથી નીચે પડતા મહિલાનું ગંભીર ઈજાથી મોત

Local | Junagadh | 02 April, 2024 | 02:39 PM
જુનાગઢમાંથી સગીરાનું અપહરણ: વંથલીમાં દેશી બંદુક સાથે આરોપી ઝડપાયો
સાંજ સમાચાર

જુનાગઢ તા.2
 

 ભેંસાણ તાલુકાના વાધણીયા નજીક સાડીનો છેડો મોટર સાયકલના વ્હીલમાં ફસાઈ જતા મહિલા નીચે પટકાતા મોત નોંધાયું હતું. આ બનાવથી ગમગીની છવાઈ જવા પામી હતી.

 આ અંગેની વિગત મુજબ ગિરગઢડા તાલુકાના હરમડીયા ગામના રહીશ જયરાજભાઈ ગોહિલ અને તેમના પત્ની મનીષાબેન જયરાજભાઈ ગોહિલ (ઉ.30) તા.30ના ભેંસાણ તાલુકાના વાધણીયા નજીકથી બાઈક પર પસાર થઈ રહ્યા હતા ત્યારે મનીષાબેનની સાડીનો છેડો બાઈકના વ્હીલમાં ફસાઈ ગયો હતો જેથી મનીષાબેન ચાલુ બાઈક પરથી નીચે પટકાતા માથામાં ગંભીર ઈજા થતા તેઓને સારવારમાં ખસેડાયા હતા. જયાં તેમનું મોત થયું હતું. યુવાન દંપતિ ખંડીત થતા બનાવથી ગમગીની વ્યાપી જવા પામી હતી આ અંગે ભેંસાણ પોલીસે તપાસ હાથ ધરી છે.
 

સગીરાનું અપહરણ
 જુનાગઢ નોકરી કરતા નેપાળી યુવાનની સગીર દિકરીને એક યુવાન ભગાડી ગયાની ફરીયાદ નોંધાઈ છે. જુનાગઢ ઝાંઝરડા રોડ યોગી પેટ્રોલ પંપ સામે રહેતા નેપાળી યુવાનની 16 વર્ષ 9 માસ વાળી સગીરાને રમેશ નામનો યુવાન મો. 80739 33659 તથા 63521 16744 વાળો ગત તા.31-3-2024ની રાત્રીના લલચાવી ફોસલાવી વાલીપણામાંથી ભગાડી ગયાની બી ડીવીઝન પોલીસમાં ફરીયાદ નોંધાવતા પીએસઆઈ એચ.ડી. પરમારે તપાસ હાથ ધરી છે.
બંદુક સાથે ઝડપાયો

 વંથલીના વાડલા ગામે રહેતો અરવિંદ વલ્લભ મકવાણા (ઉ.37) નામના આરોપી પાસેથી વંથલી પોલીસે બાતમીના આધારે હાથ બનાવટનો કટ્ટો (બંદુક) નંગ-1 કાર્ટીસ એક મળી કુલ રૂા.1100ના મુદામાલ સાથે લુવાસર ગામ પાસે દબોચી લીધો હતો.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj