ઉના, તા. 30
ઊના તાલુકાના નાં સોનારી ગામે ખેડૂતની વાડીમાં આશાસ્પદ યુવાનનો પગ લપસતાં 120 ફુટ ઊંડાઈ ધરાવતાં કુવામાં પડી જવાનાં કારણે કમકમાટીભર્યુ મોત નિપજતાં નાનાં એવાં સોનારી ગામે અરેરાટી વ્યાપી ગઇ હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર સોનારી ગામે જીવનભાઈ ભગવાનભાઈ કોળી નાં સંયુક્ત કુટુંબ ની ખેતી જમીન આવેલ હોય તેમાં 120 ફુટ ઊંડાઈ ધરાવતો પાણીનો કુવો આવેલ છે ત્યાં તેમનાં નાનાં ભાઈ ચૌહાણ દાના ભગવાન 33 વર્ષ પરિણિત યુવક કુવામાં પાણી કેટલું છે તે જોવાં જતાં અચાનક અકસ્માતે પગ કાંઠા પર થી લપસી જતાં કુવામાં ખાબકી પડતાં ઊંડા પાણીમાં ડુબી જતાં તાત્કાલિક ગામનાં યુવાનો દોડી આવ્યા હતા.
પરંતુ ઉંડાઈ હોવાનાં કારણે તરવું મુશ્કેલ હોવાથી પરણિત યુવાનને બહાર કાઢવો મુશ્કેલ બનતાં તાત્કાલિક સૈયદ રાજપરા બંદર નાં સરપંચ ભરતભાઈ કામલીયા નો સંર્પક કરતાં તેણે તૈરવયા યુવાનોની ટીમ સોનારી ગામે મોકલી હતી.
સૈયદ રાજપરા બંદરનાં સાહસિક તૈરવયા યુવાનોએ દોરડાંની મદદથી 120 ફુટ ઊંડાઈ ધરાવતાં કુવામાં ઉતરી પાણી અંદર ડુબેલા યુવાનની શોધખોળ કરી દોરડાં બાંધી મૃતક પરણિત યુવાનનો મૃતદેહ બહાર કાઢીને ઉના સરકારી હોસ્પિટલ માં પી એમ માટે ખસેડેલ હતો.
આ અકસ્માતની અચાનક વાડી વિસ્તારમાં ધટના બનતાં ફાયર બ્રિગેડનાં માણસો પણ ધટના સ્થળે દોડી આવ્યા હતા પણ કુવાની ઊંડાઈ અને પાણી વધું હોવાનાં કારણે મૃતદેહ શોધવો મુશ્કેલ બની રહ્યો હતો આખરે તૈરવયા યુવાનો દ્વારા પોતાનાં જીવ જોખમમાં મૂકી પાણી વચ્ચેથી મૃતદેહ બહાર કઢાયો હતો આ બાબતે મરણ જનાર યુવાનનાં ભાઈ જીવનભાઈ ભગવાન ભાઈ ચૌહાણ કોળીએ ઉના પોલીસમાં જાણજોગ ફરીયાદ લખાવતા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy