જામનગર તા.20
જામનગર જિલ્લાના ખરેડી ગામમાં અને હાલ રાજકોટ પંથકમાં રહેતાં 45 વર્ષિય યુવાને બિમારીથી કંટાળીને જીવનલીલા સંકેલી લીધી છે. પગમાં ગોળાનું અને લીવરની બિમારીને લઇને યુવાને ગળેફાંસો ખાઇ લેતાં પરિવારજનોમાં અરેરાટી મચી છે. હાલ પોલીસ આ મામલે વધુ તપાસ ચલાવી રહી છે.
કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકેથી આ મામલે જાણવા મળતી વધુ વિગત મુજબ મૂળ જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ખરેડી ગામના નિવાસી અને હાલ રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના જેતપુર રોડ પર વૃંદાવન પાર્ક-3 માં રહેતાં પરેશગીરી બળવંતગીરી ગોસ્વામી (ઉ.વ.45) નામના યુવાને થોડા સમય અગાઉ પગના ગોળાનું ઓપરેશન કરાવેલ હોય અને આ ઉપરાંત તેને લીવરની પણ બિમારી હતી.
આ બિમારીથી કંટાળી ગઇકાલે તેણે પોતાની ખરેડી ગામે આવેલ વાડીએ મકાનમાં આવેલ હુકમાં દોરડું બાંધી ગળેફાંસો ખાઇ જીવતર ટૂંકાવી લીધું હતું. આ બનાવ અંગે મૃત્તકના પુત્ર તુશારગીરી ગોસ્વામીએ પોલીસને જાણ કરતાં કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃત્તદેહનો કબ્જો સંભાળી આગળની તપાસ હાથ ધરી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy