બેંગકોકથી 10 યલ્લો એનાકોન્ડા લઈ આવેલો યુવક બેંગ્લોર એરપોર્ટથી ઝડપાયો

India, World | 23 April, 2024 | 04:54 PM
સાંજ સમાચાર

નવી દિલ્હી: વિશ્વમાં દુર્લભ જાતિના કાચબા અને પક્ષીઓની ગેરકાનુની હેરાફેરી-દાણચોરી તો થાય જ છે પણ બેંગ્લોરના આંતરરાષ્ટ્રીય વિમાની મથકે બેંગ્કોકથી આવેલા એક મુસાફરના ચેક-ઈન-બેગેજમાં પીળા રંગના એનકોન્ડા વર્ગના સાપ નિકળતા તુર્તજ તેની ધરપકડ કરવામાં આવી હતી.

આ પ્રકારના પીળા રંગના આ સર્પ ભારતમાં જોવા મળતા નથી તે સામાન્ય રીતે એમેઝોનના જંગલની નદીઓમાં જ રહે છે. ઉપરાંત તે પેરૂગ્વે બાલાવીયા-બ્રાઝીલ અને ઉતર આર્જેન્ટીના અને ઉરૂગ્વેના વિશાળ જળાશયોમાં પણ મળે છે. તેની હેરાફેરી પ્રતિબંધીત છે પણ આ વ્યક્તિએ ખાસ પ્રકારના ડબ્બામાં આ 10 પીળા એનેકોન્ડા સાથે પ્લેનમાં પ્રયાસ કર્યા.

બેંગકોક વિમાની મથકે પણ તે કોઈ વિઘ્ન વગર પ્લેનમાં બેસવામાં સફળ રહ્યા હતા પણ બેંગ્લોર કસ્ટમ તે પસાર કરી શકયો નહી. હવે આ એનેકોન્ડા વાઈલ્ડ લાઈફ વિભાગને સુપ્રત કરાયા છે. આ પ્રકારના દુર્લભ પક્ષી- નાના જાનવરો તથા પ્રાણીઓની દાણચોરી વધી છે. અનેક લોકો પ્રાઈવેટ કલેકશન તરીકે પણ તે ખરીદે છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj