એક તરફ કેજરીવાલને એક પખવાડિયાનો જેલવાસ: નંબર-3 નેતાનો છૂટકારો

‘આપ’ના સાંસદ સંજયસિંહને અંતે જામીન

India | 02 April, 2024 | 03:09 PM
દિલ્હીના શરાબકાંડમાં છેલ્લા છ માસથી જેલમાં રહેલા સંજયસિંહને જામીન સામે ઇડીએ પણ વિરોધ ન કર્યો: જો કે સાંસદના ધારાશાસ્ત્રી અને સુપ્રિમના ન્યાયમૂર્તિ વચ્ચે થોડી ચણભણ
સાંજ સમાચાર

નવી દિલ્હી, તા.2

દિલ્હીના શરાબ કાંડમાં એક તરફ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ઇડીની કસ્ટડી બાદ હવે 15 દિવસની ન્યાયીક કસ્ટડીમાં મોકલાયા છે ત્યારે પક્ષને એક રાહતમાં સર્વોચ્ચ અદાલતે આમ આદમી પાર્ટીના સાંસદ સંજયસિંહને જામીન મંજુર કર્યા છે.

શરાબ કાંડમાં પહેલા પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સીસોદીયાની ધરપકડ થયા બાદ ઇડીએ રાજ્યસભાના સાંસદ સંજયસિંહને પણ આ પ્રકરણમાં આરોપી બનાવ્યા હતા અને તેના પર રૂા.બે કરોડની લાંચ લેવાનો પણ આરોપ છે.

છેલ્લા છ માસથી જેલમાં રહેલા સંજયસિંહએ સુપ્રિમ કોર્ટમાં કરેલી જામીન અરજી આજે ન્યાયમૂર્તિ સંજીવ ખન્નાની ખંડપીઠે મંજુર કરી હતી અને ઇડીએ પણ સંજયસિંહના જામીનનો વિરોધ કર્યો ન હતો તે પણ રસપ્રદ બાબત છે.

સુપ્રિમ કોર્ટે ઇડીને પૂછયું હતું કે, શું સંજયસિંહને હવે વધુ જેલમાં રાખવાની જરુર છે? જેમાં ઇડીના ધારાશાસ્ત્રીએ લંચ બાદ સંજયસિંહને જામીન આપવામાં આવે તો એજન્સીને કોઇ વિરોધ ન હોવાનું જણાવ્યું હતું.

એક તબકકે સંજયસિંહ તરફથી રજુ થયેલા વરિષ્ઠ ધારાશાસ્ત્રી અભિષેક મનુ સિંઘવી અને ન્યાયમૂર્તિ ખન્ના વચ્ચે થોડી તરફડ થઇ હતી. સિંઘવીએ કહ્યું હતું કે, તમે ધરપકડની આવશ્યકતા મુદ્દે વિચારણા કરો છો પરંતુ આ પ્રિવેન્શન ઓફ મની લોન્ડ્રીંગ એક્ટની કલમ મહત્વ પૂર્ણ છે અને ઇડી તેનો દુરપયોગ કરી રહી છે જો કે બાદમાં ન્યાયમૂર્તિએ કહ્યું કે તમે તથ્ય ઉપર વાત કરો.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj