આપના રાજયસભાનાં સાંસદ રાઘવ ચઢ્ઢા વિદેશથી પરત ફર્યા: કેજરીવાલને મળવા ગયા

India, Politics | 18 May, 2024 | 05:03 PM
આંખની સર્જરી માટે ઘણા માસથી બ્રિટનમાં હતા: તેમની ગેરહાજરીમાં પાર્ટીમાં અરાજકતા સર્જાઈ
સાંજ સમાચાર

નવીદિલ્હી,તા.18
આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલના ઘરે પહોંચ્યા છે. તેઓ ઘણા દિવસોથી બ્રિટનમાં હતા અને ત્યાં તેમની આંખની સર્જરી થઈ હતી.

આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘરે પહોંચ્યા હતા. તેઓ સીએમ કેજરીવાલને મળી શકે છે. રાઘવ ચઢ્ઢા છેલ્લા ઘણા મહિનાઓથી બ્રિટનમાં હતા, જ્યાં તેમની આંખસર્જરી કરાવી હતી. સીએમ કેજરીવાલની ધરપકડ સમયે રાઘવ ચઢ્ઢા પણ હાજર ન હતા. તેમની ગેરહાજરીને લઈને વિપક્ષ આમ આદમી પાર્ટી પર સતત પ્રહારો કરી રહ્યું છે.

રાઘવ ચઢ્ઢા એવા સમયે વિદેશથી પરત ફર્યા છે જ્યારે આમ આદમી પાર્ટીમાં ઉથલપાથલ ચાલી રહી છે. હાલમાં જ રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલે સીએમના પીએ વિભવ કુમાર પર ગંભીર આરોપ લગાવ્યા હતા. તેણે વિભવ કુમાર સામે એફઆઈઆર પણ નોંધાવી હતી.

તેણે આરોપ લગાવ્યો કે સીએમ હાઉસમાં તેની સાથે મારપીટ કરવામાં આવી અને ગેરવર્તન કરવામાં આવ્યું. સ્વાતિ માલીવાલના આરોપો પર આમ આદમી પાર્ટીએ વળતો પ્રહાર કરતા કહ્યું કે સ્વાતિ આ બધું ભાજપના ઈશારે કરી રહી છે.

તે સીએમની એપોઇન્ટમેન્ટ વગર તેમના નિવાસસ્થાને પહોંચી હતી. આપ નેતા આતિશીએ આરોપ લગાવ્યો કે સ્વાતિ માલીવાલે મુખ્યમંત્રીના સ્ટાફ સાથે ગેરવર્તન કર્યું અને તેમને ધમકી આપી. 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj