‘આપ’ એકલા હાથે જ દિલ્હી ચૂંટણી લડશે: કોંગ્રેસ સાથે જોડાણનો અહેવાલ ફગાવ્યો

India, Politics | 11 December, 2024 | 04:59 PM
સમાચાર એજન્સી એ.એન.આઈ.ને ટાંકીને આપેલા સમાચાર બાદ સ્પષ્ટતા
સાંજ સમાચાર

નવી દિલ્હી: આગામી વર્ષના પ્રારંભે યોજાનારી દિલ્હી વિધાનસભાની ચૂંટણી શાસક આમ આદમી પાર્ટી એકલા હાથે જ લડશે અને કોંગ્રેસ સાથે કોઈ જોડાણ નહી કરે. આમ આદમી પાર્ટીએ જો કે અગાઉ જ તેનું આ વલણ સ્પષ્ટ કર્યુ છે.

પરંતુ આજે સવારે ફરી મીડીયામાં આપ-કોંગ્રેસ વચ્ચે બેઠક સમજુતી થઈ હોવાના અહેવાલ બાદ ‘આપ’ના સંયોજક અને પુર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આ જાહેરાત કરી હતી.

અગાઉ ન્યુઝ એજન્સી એ.એન.આઈ.ને ટાંકીને બન્ને પક્ષો વચ્ચે બેઠક સમજુતીને આખરી સ્વરૂપ આપી દેવાયુ હોવાના અહેવાલ આપ્યા હતા તથા એ પણ જણાવ્યું કે કોંગ્રેસ ઉપરાંત નાના પક્ષોને પણ તેમાં સમાવાશે તેવી જાહેરાત કરી હતી. એ.એન.આઈ.એ સૂત્રોના આધારે આ અહેવાલ આપ્યો હતો.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj