કાળઝાળ ગરમીમાં AC નુ વેચાણ રેકોર્ડસ્તરે: ગુજરાતમાં જ દરરોજ 10000 યુનિટનુ વેચાણ

Gujarat | Ahmedabad | 24 May, 2024 | 03:09 PM
એપ્રિલ-મેનુ વેચાણ 6 લાખને આંબી જવાનો અંદાજ
સાંજ સમાચાર

અમદાવાદ,તા.24

ગુજરાતમાં તાપમાનના પાસાની જેમ એરકંડીશનરનું વેચાણ પર અસામાન્ય વધ્યુ છે. કાળઝાળ ગરમીને કારણે દરરોજ 10000 એસીનુ વેચાણ થઈ રહ્યું છે. એપ્રિલ અને મે એમ બે મહિનાનુ વેચાણ 6 લાખથી અધિક થવાનો અંદાજ છે. ગત વર્ષે રાજયમાં સાડા પાંચ લાખ એસી વેચાયા હતા. આ વર્ષે વેચાણનો નવો રેકોર્ડ બની શકે છે.

ભીષણ ગરમીને કારણે એસીની માંગમાં મોટા વધારાથી કંપનીઓની ઈન્સ્ટોલેશન ટીમો પણ હાંકી ગયાનું ચિત્ર ઉપસ્યુ છે. ગ્રાહક એસી ખરીદે ત્યારબાદ કંપની દ્વારા સરેરાશ બે દિવસે ફીટીંગ કરી દેવામાં આવતુ હતું પરંતુ હવે જંગી ડીમાંડને કારણે ફીટીંગમાં પાંચ દિવસનો સમય લાગે છે.

અમદાવાદ ઈલેકટ્રોનીકસ ડીલર એસોસીએશનના પ્રમુખ ભાવેશ વરિયાએ જણાવ્યું હતું કે હીટવેવની પરીસ્થિતિને કારણે સમગ્ર રાજયમાં એસીની ડીમાંડમાં જબરદસ્ત વધારો થઈ રહ્યો છે.

એસીનું દૈનિક વેચાણ જ 10000 યુનિટના રેકોર્ડબ્રેક સ્તરે પહોંચ્યું છે. વર્તમાન યુગમાં એસી એ લકઝરી પ્રોડકટ રહ્યું નથી, કાળઝાળ ગરમીમાં તે જરૂરિયાત બની ગઈ છે. કુલ વેચાણમાંથી શહેરી વિસ્તારમાં જ 70 ટકા વેચાણ છે. ગ્રામ્ય સ્તરે પણ માંગ વધી રહી છે. સાથોસાથ વ્યાપારી સંકુલો-દુકાન-ઓફિસોમાં મોટી ડીમાંડ છે.

તેઓના કહેવા પ્રમાણે સરળ લોન પ્રક્રિયા તથા ભાવવધારો ન હોવાના કારણોસર લોકોમાં આકર્ષણ છે. 80 ટકા વેચાણ ફાઈનાન્સ સ્કીમ મારફત થઈ રહ્યું છે. ગુજરાતમાં વર્ષ દરમ્યાન વેચાતા એસીમાં 40 ટકા ઉનાળામાં જ વેચાય રહ્યા છે. દેશમાં 8 ટકા ઘરોમાં એસી હોવાનો રિપોર્ટ છે. જયારે ગુજરાતમાં આ ટકાવારી 15 ટકા છે. સમગ્ર દેશમાં રહેલા કુલ એસીમાં 10 ટકા હિસ્સો માત્ર ગુજરાતનો છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj