નવી દિલ્હી: પહેલગામ હુમલા બાદ જમ્મુ-કાશ્મીરમાં તિવ્ર બનાવાયેલા ત્રાસવાદ સામેની કાર્યવાહીમાં છેલ્લા ત્રણ દિવસમાં 6 ખુંખાર ત્રાસવાદીઓને ઠાર મારવામાં આવ્યા છે પણ હજું આઠની તલાશ ચાલુ છે. આજે શ્રીનગરમાં એક પત્રકાર પરિષદ- કાશ્મીર ઝોનના આઈપીજી વી.કે.બીરડીએ એક સંયુક્ત પત્રકાર પરિષદમાં જણાવ્યું કે ત્રાસવાદીઓના અડ્ડામાંથી મોટા પાયે હથિયાર-વિસ્ફોટકોનો મોટો જથ્થો ઝડપી લેવાયા છે.
ઓપરેશન કેલર હેઠળ 48 કલાકમાં મહત્વપૂર્વ સફળતા મેળવી છે. શોપીયાના ત્રાલમાં પણ ઓપરેશન કરાયુ હતુ. આ પત્રકાર પરિષદને સંબોધતા જનરલ કમાન્ડીંગ ઈન ચીફ વિકટર ફોર્સના મેજર જનરલ ધનંજય જોષીએ કહ્યુ કે ગુપ્તચર બાતમીના આધારે આ ઓપરેશન હાથ ધરાયુ હતુ. અમોએ ત્રાસવાદીઓનો પીછો કરી તેને પટકાર્યા હતા. ત્રાસવાદીઓએ નાગરિક ક્ષેત્રમાં ઘુસીને ગ્રામીણ લોકોને ઢાલ બનાવવા પ્રયાસ કર્યો હતો પણ તેઓને ફાવવા દીધા ન હતા. ત્રાલમાં સરહદી ક્ષેત્રમાં ત્રાસવાદીઓને પડકારાયા હતા અને તેઓને ઠાર મરાયા હતા.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy