ગોંડલ પાસે કન્ટેનર અને ટ્રક વચ્ચે અકસ્માત : ઢોળાયેલું તેલ મેળવવા માટે લોકોની પડાપડી

Local | Gondal | 12 February, 2024 | 10:28 AM
તેલની રેલમછેલના પગલે અનેક વાહન ચાલકો સ્લીપ થયા
સાંજ સમાચાર

(જીતેન્દ્ર આચાર્ય)
ગોંડલ, તા. 1ર
ગોંડલથી સેમળા નેશનલ હાઇવે પર તેલ ભરેલા ક્ધટેનર તથા સિમેન્ટ ભરેલા ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા રોડ પર તેલ ઢોળાતા મફતનું તેલ મેળવવા લોકોએ પડાપડી કરી હતી. કન્ટેનરને ગોંડલ પરત લવાતા હાઇવે પર તેલની રેલમછેલ થતા કેટલાક બાઇક ચાલકો સ્લીપ થયા હતા.દરમિયાન દોડી આવેલા ફાયર ફાઈટરોએ હાઇવે રોડ પર પાણીનો મારો ચલાવી રોડની સાફસુફી કરી હતી. બનાવનાં પગલે તાલુકા પોલીસ ઘટના સ્થળે દોડી આવી ટ્રાફિક વ્યવસ્થા જાળવી હતી.

પ્રાપ્ત વિગત મુજબ ગઇકાલે વહેલી સવારે પાંચનાં સુમારે સેમળાનાં પાટીયા નજીક પાન એગ્રો પાસે ઉભેલા તેલ ભરેલા ક્ધટેનર પાછળ ટ્રક ધડાકાભેર અથડાતા ક્ધટેનરમાંથી તેલ ઢોળાતા સવાનાં પહોરમાં તેલની લુટાલુટી કરવા લોકો દોડી ગયા હતા.

માહીતી અનુસાર ગુંદાળા રોડ પર આવેલા ખેડુત સોલવેકસ નું કન્ટેનર તેલ ભરી કંડલા જઇ રહ્યુ હતુ.જ્યારે વાસુકી ટ્રાન્સપોર્ટનો ટ્રક હાઇબોન્ડમાંથી સિમેન્ટ ભરી રાજકોટ તરફ જઈ રહ્યો હતો.બનાવ ને પગલે નગરપાલિકા પ્રમુખ મનીષભાઈ ચનિયારા કારોબારી અધ્યક્ષ રાજેન્દ્રસિંહ જાડેજા બનાવ સ્થળે દોડી જઇ ફાયર બ્રિગેડ ને જાણ કરતા દોડી આવેલા ફાયર ફાઈટરોએ રોડ પર પાણીનો મારો ચલાવ્યો હતો.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj