મોરબીના ત્રાજપરના યુવાનના અકસ્માત ઇજાના કેસમાં વ્યાજ સહિત રૂા.40 લાખનું જંગી વળતર મંજુર

Local | Rajkot | 22 May, 2024 | 04:00 PM
સાંજ સમાચાર

રાજકોટ, તા.22

આ અંગેની હકીકત એવી છે કે, તા.28/11/2018ના રોજ મોરબીના ત્રાજપરના યુવાન શની પ્રવિણભાઈ ચૌહાણ પોતાનું બાઈક લઈને જતા હતા ત્યારે પીપળીયા ચાર રસ્તા પાસે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન પાસે જીજે -12-એવાય-6444 નંબરના ડમ્પરે હડફેટે લેતા શનીભાઈને ગંભીર ઈજા થતા સારવારમાં ઓપરેશન કરી જમણો પગ ગોઠણ પાસેથી ઉપરનાં ભાગેથી કાપી નાખવામાં આવેલ. જે અંગેનો કલેઈમ કેસ અરજદારે રાજકોટ ટીબ્યુનલમાં તેમના વકીલ રવિન્દ્ર ગોહેલ તથા સંદિપ રાઠોડ દ્વારા દાખલ કરેલ. અરજદારને ગંભીર ઈજાઓ થતાં નાની ઉંમરમાં જમણો પગ ગોઠણનાં સાંધાનાં ભાગેથી કાપી નાખવામાં આવેલ હોય, અરજદાર મજુરીકામ કરતા હોય, તે ધ્યાનમાં લઈને વકીલે દલીલ કરેલ કે અરજદાર મજુરીકામ કરતા હતા તે શારીરિક શ્રમ આધારીત હતું અને અરજદારને અકસ્માતમાં જે ઈજાઓ થયેલ છે તેનાં કારણે હવે ભવિષ્યમાં કામ કરવામાં તકલીફ ઉભી થશે. 

તેની આવકમાં 40 ટકા પ્રોસ્પેકટીવ આવક (ભવિષ્યની આવકનો વધારો)ની ભવિષ્યની આવકની નુકસાની મળવાપાત્ર છે. સાથે ડોકટરને તપાસવામાં આવેલ તથા સુપ્રીમ કોર્ટનાં જજમેન્ટ રજુ કર્યા હતા. અરજદારના વકીલની મજબુત દલીલો ધ્યાનમાં રાખી રાજકોટ ટ્રીબ્યુનલે ચુકાદો આપેલ. જેમા શની ચૌહાણના કલેઈમ કેસમાં વ્યાજ સહીત રૂ.40 લાખથી વધારે વળતરની રકમ મંજુર કરવામાં આવેલ હતી. આમ ઉપરોકત કેસમાં અરજદારને આશરે પાંચ વર્ષનાં ટુંકાગાળામાં રાજકોટ ટ્રીબ્યુનલમાં કેસ ચલાવી અરજદારનાં વકીલોએ વળતર અપાવેલ છે. આ કેસમાં અરજદાર વતી રાજકોટના ક્લેઇમ કેસના નિષ્ણાંત વકીલ રવિન્દ્ર ડી. ગોહેલ, સંદિપ એમ. રાઠોડ, વિવેક વી. ભાંસળીયા (ગઢવી), આસીસ્ટન્ટ તરીકે, દિનેશ ડી. ગોહેલ, જતીન પી. ગોહેલ તથા જયેશ મકવાણા વગેરે રોકાયેલ હતા.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj