(ફારૂક ચૌહાણ) વઢવાણ તા. 4
સુરેન્દ્રનગર જિલ્લામાં અકસ્માતો ની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે સૌથી વધુ અકસ્માતો રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર સર્જાતા હોવાનું હાલ સામે આવ્યું છે સુરેન્દ્રનગર જિલ્લાના સૌથી વધુ અકસ્માત તો આ હાઇવે ઉપર સર્જાઇ રહ્યા છે અને વાહન ચાલકોના જીવ પણ જતા હોય તે પ્રકારની ઘટનાઓ બને છે રોજ સરેરાશ એક અકસ્માતમાં એક વ્યક્તિનું મોત સુરેન્દ્રનગર જિલ્લામાં થતા હોવાનો પણ કારણ તાજેતરમાં સામે આવ્યું છે ત્યારે આજે વહેલી સવારે પણ સુરેન્દ્રનગરના રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે ઉપર અકસ્માતોની વણજાર સર્જાય છે.
અકસ્માતના પગલે 18 લોકોને ઈજાઓ પહોંચી છે જેમાં બગોદરા તારાપુર ચોકડી નજીક ખાનગી લક્ઝરી બસ ચાલકને જોકુ આવી જતા ખાનગી બસ લક્ઝરી બંધ ટ્રક પાછળ અથડાય છે અને અકસ્માત સર્જાયો છે લક્ઝરીમાં બેઠેલા દસથી વધુ મુસાફરો ઇજા પામ્યા છે ત્યારે સુરતથી બીલખા જુનાગઢ જતી હતી ખાનગી લક્ઝરી બસ અને આ પ્રકારની ઘટના બની છે બગોદરા બાવળા ફેદરા એમ ત્રણ હોસ્પિટલમાં 108 મારફતે તમામને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે ત્યારે આ અંગે આરોગ્ય વિભાગની ટીમો પણ તાત્કાલિક ત્યાં દોડી આવી છે.
બીજી તરફ સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી નજીક પાણશીણા ગામના પાટીયા પાસે એસટી બસનો અકસ્માત સર્જાયો છે જેમાં પણ આઠથી વધુ લોકોને ઇજાઓ પહોંચી છે પાલનપુર થી ખંભાળિયા જતી એસટી બસને અકસ્માત નડ્યો છે ત્યારે ઇજાગ્રસ્તોને સારવાર માટે લીંબડી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે જેમાં પણ આઠથી વધુ લોકોને ગંભીર ઇજાઓ પહોંચી છે ટ્રક પાછળ એસટી બસ અથડાઈ છે જેને લઈને બસમાં બેઠેલા 40 લોકોનો જીવ પણ બચી ગયો છે પરંતુ આઠ લોકોને ગંભીર ઇજાઓ પહોંચતા તેમને પણ સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં અકસ્માતો ની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ત્યારે રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર જ બે અકસ્માતોમાં 18 લોકોને ઈજાઓ પહોંચતા પોલીસ પણ ત્યાં ઘટના સ્થળે દોડી જઈ અને સારવાર પ્રથમ કરાવવામાં આવી છે અને આ અંગે તપાસ પણ હાથ ધરવામાં આવી છે.
મુખ્યત્વે એ છે કે, ખાનગી બસ ચાલકો અને એસટી ચાલકો સુરેન્દ્રનગર જિલ્લામાં આવા વારંવાર અકસ્માતો સર્જી રહ્યા છે અને લોકોના જીવ પણ જોખમમાં મૂકી રહ્યા છે ત્યારે હવે સલામત રીતે સવારે કરાવવામાં આવે અને નિયમોના પાલન સાથે સલામતી સવારે કરાવવામાં આવે તો આવા અકસ્માતો બનતા અટકી શકે તે પ્રકારની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે..
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy