♦બેટી રામપરા પાસે ડમ્પરની હડફેટે બાઇકમાં સવાર દંપતિ ફંગોળાયું: ઇજાગ્રસ્તોને સારવારમાં સીવીલે ખસેડાયા: એરપોર્ટ પોલીસે કાર્યવાહી આદરી

રાજકોટની ભાગોળે હાઇ-વે પર અકસ્માતોની વણજાર: બે બનાવમાં એક તરૂણી સહિત પાંચને ઇજા

Local | Rajkot | 18 May, 2024 | 04:38 PM
♦બામણબોર પાસે ર્સ્કોપીયોનું ટાયર ફાટતા સામેથી આવતા બાઇક સાથે અથડાઇ: ગાટીડા ગામની 13 વર્ષની તરૂણી સહિત ત્રણ ઘવાયા
સાંજ સમાચાર

રાજકોટ, તા.18
રાજકોટની ભાગોળે અમદાવાદ હાઇ-વે પર અકસ્માતોની વણજાર થઇ હતી. બે બનાવમાં એક તરુણી સહિત પાંચને ઇજા પહોંચી હતી. બામણબોર પાસે સ્ક્રોપીયોનું ટાયર ફાટતાં સામેથી આવતા બાઇક સાથે અથડાતા બાઇકમાં સવાર આટીડાની એત કરુણી સહિત ત્રણ ઘવાયા હતા. જ્યારે બેડી રામપરા પાસે ડમ્પરની હડફેટે બાઇકમાં સવાર દંપતિ ફંગોળાતા દંપતિને સારવારમાં સીવીલ હોસ્પીટલે ખસેડાયા હતા. બનાવ અંગે એરપોર્ટ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રાપ્ત વિગત મુજબ ગાટીડા ગામે રહેતા ભરતભાઇ દુધાભાઇ (ઉ.વ. 29) નજીકમાં આવેલ પેપ્સીના કારખાનામાં કામે ગયા હતા ત્યારે ગાટીડામાં જ રહેતા સોનલબેન વિજયભાઇ (ઉ.વ. 27) અને જલ્પાબેન વજુભાઇ (ઉ.વ. 13) બંને નજીકમાં આવેલ એક કુલરના કારખાનામાં કામે ગયા હતા ત્યાંથી ત્રણેય એક બાઇકમાં પરત આવતા હતા ત્યારે બામણબોર પાસે હાઇવે પર સામેથી આવતી સ્ક્રોપીયો કારનું ટાયર ફાટતા કાર બાઇક સાથે અથડાઇ હતી. બાઇકમાં સવાર તરુણી સહિત ત્રણેય રોડ પર પટકાતા ગંભીર ઇજા પહોંચી હતી.

ત્રણેય ઇજાગ્રસ્તોને સારવારમાં સીવીલ હોસ્પીટલે ખસેડાયા હતા. બનાવ અંગે સીવીલ ચોકીના સ્ટાફે જાણ કરતાં એરપોર્ટ પોલીસ દોડી આવી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી.

બીજા બનાવમાં બેટી રામપરા ગામે રહેતા બાધુભાઇ વિરજીભાઇ ગઇકાલે બપોરના સમયે પત્ની કંકુબેન સાથે ઘરેથી બાઇકમાં હાઇ-વે પર જવાના રસ્તે જતા હતા ત્યારે પાછળથી પૂરપાટ ઝડપી ધસી આવેલ ડમ્પર નં. જીજે-16-એક્સ-6482ના ચાલકે હડફેટે લીધા હતા દંપતિ ડમ્પર સાથે અથડાતા  દંપતિને ઇજાગ્રસ્ત હાલતમાં સારવારમાં સીવીલ હોસ્પીટલે ખસેડાયા હતાં. બનાવ અંગે એરપોર્ટ પોલીસે અજાણ્યા ડમ્પર ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj