ગાંજાના ગુનામાં પકડાયેલ આરોપી અમિત સાગર અને માધવ કુનરા જામીન મુક્ત

Crime | Rajkot | 12 April, 2024 | 04:50 PM
સાંજ સમાચાર

રાજકોટ, તા.12 

રાજકોટ તાલુકા પોલીસે બાતમીના આધારે રેડ કરી 3 કિલો 707 ગ્રામ ગાંજા ઝડપી લીધો હતો. જે કેસમાં પકડાયેલ આરોપી અમિત નરેન્દ્રભાઇ સાગર (રહે.કાલાવાડ રોડ, આંબેડકરનગર, ઉપર શનિવારી પાસે, રાજકોટ, મુળ ઓરિસ્સા) અને માધવ બીડીયાધર કુનરા (રહે.શિતલ પાર્ક, ભાજપ કાર્યાલય પાસે, ઝુપડામાં રાજકોટ, મુળ ઓરિસ્સા)ને જામીન મુકત કરવા રાજકોટ સેશન્સ કોર્ટે હુકમ કર્યો હતો. 

આ કેસની વિગત મુજબ, તા.17/1/24 ના રોજ પોલીસે કાલાવાડ રોડ, વેડીંગ પાર્ટી પ્લોટની પાછળ મોમાઈ ફલોર મીલ દુકાનની બાજુમાં આવેલ પતરાની ઓરડીમાંથી ગાંજાનો જથ્થો પકડ્યો હતો. આરોપીઓની ધરપકડ કરી ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આરોપીઓને જેલ હવાલે કરવામાં આવ્યા હતા. આરોપી પૈકી અમિત સાગર તથા માધવ કુનરાએ જામીન ઉપર છોડવા સેસન્સ અદાલતમાં અરજી કરતા બચાવપક્ષે રોકાયેલ એડવોકેટ હર્ષ આર. ઘીયા દ્વારા એવી રજુઆત કરવામાં આવેલ કે, ગાંજો આરોપીઓ પાસેથી કબજે કરેલ નથી આરોપીઓનો કોઈ ગુન્હાહિત ઈતિહાસ નથી. સાથે વિવિધ કોર્ટના ચુકાદા ટાંકેલા. જે ધ્યાને લઈ કોર્ટે બંને આરોપીઓને શરતી જામીન ઉપર મુકત કરવાનો હુકમ કરેલ હતો. આ કેસમાં આરોપી વતી રાજકોટના એડવોકેટ હર્ષ રોહીતભાઈ ધીયા, જૈમીન જરીયા અને મદદમાં રીધ્ધીબેન ખંધેડીયા રોકાયેલ હતા.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj