રાજકોટ,તા.30
ન્ફરીયાદી ધર્મેશભાઈ કાળુભાઈ વાઘેલા તથા તેમના મીત્ર અલ્પેશભાઈ અરૂણભાઈ શીંગાળાના બન્ને એકટીવા મોટરસાયકલ લઈ ગોંડલ ચોકડીથી નીકળી મામાદેવના મંદિરે માનતા પુરી કરવા જતા હતા.
ત્યારે વડવાજડી ગામના બસ સ્ટેન્ડ પાસે આશરે સાડા આઠેક વાગ્યે આ કામના આરોપી વિનુભાઈ દેવરાજભાઈ સોજીત્રા તથા નરેન્દ્ર દેવરાજભાઈ સોજીત્રા પોતાના હવાલા વાળી ઈટીઓસ ક્રોસ કાર રજી નં. જીજે 03 એચએ 6565 વાળી લઈને આગળ આગળ જતાં હોય દરમ્યાન કારને એકદમ બ્રેક મારતા ફરીયાદી ધર્મેશભાઈ કાળુભાઈ વાઘેલાથી બ્રેક નહીં લાગતા તેનુ માટર સાયકલ કારની પાછળ ભટકાઈ જતા ફરીયાદી તથા નજરે જોનાર સાહેદ અલ્પેશભાઈ અરૂણભાઈ શીંગાળા નીચે પડી જતા આ કામના આરોપી કાર ચાલક વિનુભાઈ દેવરાજભાઈ સોજીત્રા તથા નરેન્દ્ર દેવરાજભાઈ સોજીત્રા કારમાંથી ઉતરતાં આરોપીઓએ ફરીયાદીને ખર્ચો આપવાન કહેતા ફરીયાદીએ કહેલ કે હું તો વાલ્મીકી છુ અને સફાઈ કામદાર છુ, હું ખર્ચો કયાંથી આપુ તેમ કહેતા આરોપી આ કામના ફરીયાદી અને સાહેદ અનુસૂચિત જાતિના હોવાનું જાણતા હોવાછતાં ઉશ્કેરાઈ જઈ જાહેરમાં ફરીયાદીને ગાળો આપી ફરીયાદીને પાટૂ મારી જ્ઞાતિ પ્રત્યે હડધુત કરી આ કામના બન્ને આરોપીઓએ ફરીયાદીને ગાળો આપી ગુન્હામાં એક બીજાને મદદગારી કરતાં તપાસના અંતે પડેલ પુરાવાના આધારે ગુન્હો કરેલનુ ફલીત થતુ હોય લોધીકા પોલીસએ ફરીયાદ દાખલ કરેલ. આ કામે ફરીયાદ પક્ષ ધ્વારા કુલ ઓગણીસ સાહેદોના નિવેદન સાથે ચાર્જશીટ રજુ કરવામાં આવેલ, કેસના કામે ફીરયાદી પક્ષ દ્વારા કુલ 8 સાક્ષીઓને તપાસવામાં આવેલ છે.
ગોંડલ કોર્ટે આરોપી વિનુ સોજીત્રાએ નરેન્દ્ર સોજીત્રાને નિર્દોષ છોડી મુકવાનો હુકમ કરેલ છે.આરોપી વતી એડવોકેટ કિરણરૂપારેલીયા અજય ચાંપાનેરી, નિરલ રૂપારેલીયા, તથા મનોજ સોલંકી રોકાયા હતાં.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy