રબારીકા અને સેલુકાના પરિવારો વચ્ચે થયેલી મારામારીમાં આરોપી જામીનમુકત

Crime | Rajkot | 24 February, 2024 | 12:15 PM
બન્ને જૂથે 18 લોકો વચ્ચે માથાકૂટ થતા વિરપુર પોલીસમાં ફરિયાદ દાખલ કરી હતી
સાંજ સમાચાર

રાજકોટ તા.23
 

 જેતપુર તાલુકાના રબારીકા તથા સેલુકા ગામના પરિવારો વચ્ચે કેનાલમાંથી પાણી લેવા બાબતે માથાકુટ થતા બન્ને પક્ષે સામસામી ફરીયાદો થયેલ જેમાં એક પરિવારના આરોપીઓનો જામીન ઉપર છુટકારો થયો છે.

 આ કેસની ટુંકી હકીકત એવી છે કે, ગત તા.14/2/2024ના રોજ કેનાલમાંથી પાણી લેવાના મુદ્દે રકારીકા ગામના પરિવારના તથા સેલુકા ગામના પરિવારના કુલ 18 વ્યકિતઓ વચ્ચે માથાકૂટ થતા બન્ને પક્ષે વિરપુર પોલીસ સ્ટેશનમાં સામ સામી ફરીયાદ નોંધાવવામાં આવેલ. આ બનાવમાં સેલુકા કામના પરિવાર સામે ધારીયા તતા પાઈપથી માથાના ભાગે હેમરેજ જેવી ગંભીર ઈજા પહોંચાડવામાં આવેલ હોય તેવા આક્ષેપ વાળી ફરીયાદ ભારતીય તંડ સંહિતા 1860ની કલમ 326, 323, 504, 157, 148, 149 તથા ગુજરાત પોલીસ એકટની કલમ 135 હેઠળ કરવામાં આવેલ હોય જે ફરીયાદના કામે પરિવારના આરોપીઓની વીરપુર પોલીસ દ્વારા ધરપકડ કરી જેતપુર કોર્ટમાં રજુ કરતા આરોપી પક્ષે ગોંડલના વકીલ નિરંજય એસ. ભંડેરી મારફત જેતપુર સેશન્સ કોર્ટમાં જામીન અરજી દાખલ કરવામાં આવેલ જે જામીન અરજીના હીયરીંગ વખતે આરોપીના વકીલે જામીન અંગે ઉચ્ચ ન્યાયાલય તથા સર્વોચ્ચ ન્યાયાલયે ચુકાદામાં પ્રસ્થાપિત કરેલ સિધ્ધાંતો ઉપર તથા કાયદા અને હકીકતના મુદાઓ ઉપર દલીલ કરતા આરોપીના વકીલની રજૂઆતોને ધ્યાને લઈ જેતપુરના એડી.સેસન્સ જજ એલ.જી. ચુડાસમાએ પ્રત્યેક આરોપીને રૂા.15 હજારના જામીન ઉપર મુકત કરવાનો હુકમ ફરમાવેલ છે. આરોપીઓ વતી ભંડેરી એડવોકેટસ ગોંડલના સીનીયર વકીલ શિવલાલ પી. ભંડેરી, નિરંજય એસ. ભંડેરી, પ્રજ્ઞા એન. ભંડેરી, રવિરાજ પી. ઠકકરાર, મહેશભાઈ કંડોલીયા તથા જેતપુરના ગોવિંદભાઈ ડોબરીયા રોકાયેલ હતા.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj