(ફારૂક ચૌહાણ) વઢવાણ, તા. 28
જિલ્લામાં 100 કલાકની કાર્યવાહી બાદ જિલ્લા પોલીસે રીઢા આરોપીઓ સામે પાસા હેઠળ દરખાસ્તો કરી હતી. જેમાં અગાઉ 4 આરોપીઓને પાસા હેઠળ જેલ હવાલે કરાયા છે. ત્યારે સાયલાના સુદામડામાં ધાણીફુટ ફાયરીંગ કેસના આરોપીને પાસાનું વોરંટ બજવી જેલ ભેગો કરાયો છે.પોલીસ વડાએ 100 કલાકની કાર્યવાહીમાં હીસ્ટ્રીશીટરોની યાદી બનાવી કાર્યવાહી કરવા ફરમાન જારી કર્યુ હતુ.
જેમાં સુરેન્દ્રનગર જિલ્લામાં પણ પોલીસે આવા તત્વો સામે ધોસ બોલાવી હતી. બાદમાં અવારનવાર વીવીધ ગુનાઓ આચરતા શખ્સો સામે પાસાના કાગળો કરાયા હતા. જેમાં ખાસ કરીને ખનીજ ચોરી કરતા તત્વો સામે પાસાની કાર્યવાહી કરાઈ હતી. અને જિલ્લા કલેકટર સમક્ષ તેની દરખાસ્તો કરાઈ હતી.
જેમાં સાયલા તાલુકાના સુદામડા ગામના પિતા-પુત્ર સોતાજ યાદવ અને કુલદીપ યાદવને અનુક્રમે ભુજની પાલારા અને સુરતની લાજપોર જેલમાં મોકલાયા હતા. ત્યારે આ આરોપીઓના ઘરે જઈ મારી નાંખવાના ઈરાદે ધાણીફુટ ફાયરીંગ કરવાનો બનાવ તા. 14-9-24ના રોજ બન્યો હતો. જેમાં મુખ્ય આરોપી તરીકે ગામનો જ દેવેન્દ્ર ઉર્ફે ડેન્ડુ ઉર્ફે જન્ડુ ભરતભાઈ બોરીચા હતો.
ત્યારે જિલ્લા પોલીસ વડા ડો. ગીરીશકુમાર પંડયાના માર્ગદર્શનથી આરોપી સામે કરાયેલી પાસાની દરખાસ્ત કલેકટર આર.એમ.પટેલે મંજુર કરી હતી. અને દેવેન્દ્ર બોરીચા સામે પાસાનું વોરંટ ઈસ્યુ કર્યુ હતુ.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy