જય હો! અદાણી ગ્રુપ એક વર્ષ બાદ ફરી 100 અબજ ડોલરની કલબમાં સામેલ

India, Business | 08 February, 2024 | 05:40 PM
નેટવર્થ 100 અબજ ડોલરને વટાવી ગઈ: ચાલુ વર્ષે સૌથી મોટી વૃદ્ધિ
સાંજ સમાચાર

મુંબઈ તા.8
ભારતના ટોચના કોર્પોરેટ ગ્રુપ અદાણીએ એક વર્ષ બાદ ફરી વખત 100 અબજ ડોલરની કલબમાં એન્ટ્રી મેળવી લીધી છે. અમેરિકન શોર્ટસેલર હિંડનબર્ગના રિપોર્ટ બાદ સર્જાયેલા કડાકાભડાકા બાદના અંદાજીત એક વર્ષે સ્થિતિ સામાન્ય જ બનવા સાથે અદાણી ગ્રુપ અબજ ડોલરની કલબમાં આવી ગયુ છે.

અદાણી ગ્રુપની નેટવર્થમાં મંગળવારે 2.7 અબજ ડોલરનો વધારો થયો હતો અને 100.7 અબજ ડોલરે પહોંચી હતી. અદાણી ગ્રુપના ગોટાળાનો હિંડનબર્ગે જાન્યુઆરી 2023માં આક્ષેપ કર્યો હતો ત્યારપછી પ્રથમ વખત નેટવર્થ 100 અબજ ડોલરને પાર પહોંચી હતી.

હિંડનબર્ગ પ્રકરણમાંથી અદાણી ગ્રુપ બહાર આવી ગયુ હોય ગ્રુપના તમામ શેરો સતત વધી રહ્યા છે. ગૌતમ અદાણી વિશ્વના 12મા નંબરના સૌથી ધનિક બન્યા છે અને રિલાયન્સ ગ્રુપના મુકેશ અંબાણીની સંપતિ રેકોર્ડસ્તરે પહોંચી હતી જયારે અદાણીની સંપતિ 2022ના સર્વોચ્ચસ્તરની સરખામણીએ હજુ 50 અબજ ડોલર ઓછી છે.

હિંડનબર્ગના રિપોર્ટ બાદ અદાણીની સંપતિમાં 80 અબજ ડોલરનો ધરખમ ઘટાડો થયો હતો અને એક તબકકે માત્ર 37.7 અબજ ડોલરની રહી ગઈ હતી. અદાણી પ્રકરણમાં સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યુ હતું.

સર્વોચ્ચ અદાલતે માર્કેટ રેગ્યુલેટર સેબીને ત્રણ માસમાં તપાસ પુર્ણ કરીને રિપોર્ટ આપવા સૂચના આપી હતી અને વધુ તપાસની જરૂર ન હોવાનું જાહેર કરતા ગ્રુપની કંપનીઓમાં ઈન્વેસ્ટરોનો ભરોસો વધવા સાથે રોકાણ વધવા લાગ્યુ હતું.

અદાણીની સંપતિમાં 2023માં સૌથી મોટુ ધોવાણ થયુ હતું. ચાલુ વર્ષે અત્યાર સુધીમાં નેટવર્થમાં 16.4 અબજ ડોલરનો વધારો છે જે અન્ય અમીરો કરતા સૌથી વધુ છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj