અમુલ ઈન્ડસ્ટ્રીઝની મિલ્કતની હરરાજી માટે વહીવટી તંત્રની તજવીજ

Local | Rajkot | 02 April, 2024 | 04:53 PM
361 કામદારોને કામનું મહેનતાણું નહીં ચૂકવનાર ઈન્ડસ્ટ્રીઝની મિલ્કતની વેલ્યુએશન કાઢવા માટે ડીઆઈએલઆર અને જિલ્લા ઉદ્યોગ કેન્દ્રને કરાતી જાણ
સાંજ સમાચાર

રાજકોટ તા.2
 361 જેટલા કામદારોને મહેનતાણું નહીં ચૂકવનાર અમુલ ઈન્ડસ્ટ્રીઝની હરરાજી માટે વહીવટી તંત્ર દ્વારા તજવીજ હાથ ધરવામાં જે અંતર્ગત આ ઈન્ડસ્ટ્રીઝની મિલ્કતની વેલ્યુએશન કાઢવા માટે ડીઆઈએલઆર અને જીલ્લા ઉદ્યોગ કેન્દ્રને જાણ કરી દેવામાં આવી છે.

 અહીં એ ઉલ્લેખનીય છે કે અમુલ ઈન્ડસ્ટ્રીઝના કામદારોને મહેનતાણું છેલ્લા ત્રણ માસનું નહીં ચૂકવાતા રોષે ભરાયેલા કામદારો દ્વારા આ અંગે અગાઉ વહીવટી તંત્ર અને ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરવામાં આવી હતી. તેમજ આ પ્રકરણ કાનૂની એરણે ચડયું હતું.

 જેમાં અમુલ ઈન્ડસ્ટ્રીઝને 361 કામદારોને તેમનું લેણુ રૂા.1.77 કરોડ ચૂકવી આપવા માટે વારંવાર ટકોર કરવામાં આવી હતી પરંતુ આ ઈન્ડ.ના સંચાલકો દ્વારા કામદારોને તેમના મહેનતાણાની રકમ નહીં ચૂકવાતા અંતે આ ઈન્ડ.ની મિલકતને વહીવટી તંત્ર દ્વારા સીલ મારી દેવામાં આવેલ હતા. 

જે બાદ હવે વહીવટી તંત્ર દ્વારા આ અમુલ ઈન્ડ.ની મિલકતની હરરાજી કરવા માટેની ગતિવિધીઓ તેજ કરી દેવામાં આવી છે. અને આ ઈન્ડસ્ટ્રીઝની મિલકતની વેલ્યુએશન કાઢવા માટે ડીઆઈએલઆર અને જીલ્લા ઉદ્યોગ કેન્દ્રને જાણ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj