દ્વારકાની ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ

Local | Jamnagar | 25 May, 2024 | 02:29 PM
સાંજ સમાચાર

( કુંજન રાડિયા)
જામખંભાળીયા, તા. 25

દેવભૂમિ દ્વારકા જિલ્લાની ખંભાળિયા, ભાણવડ, કલ્યાણપુર અને દ્વારકા ખાતે આવેલી ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ ખાતે ચાલતા વિવિધ પ્રકારનાં ટ્રેડ જેમકે ઈલેક્ટ્રીશયન, વાયરમેન, COPA, વેલ્ડર, આર્મેચર મોટર રીવાઇન્ડીંગ, સુઈંગ ટેકનોલોજી, CHNM, મિકેનિક ડીઝલ, ડેસ્કટોપ પબ્લીશીંગ, ફીટર, ટર્નર, AOCP,  HSI વગેરેમાં એડમિશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

આ એડમિશન સત્રમાં પ્રવેશ મેળવવા માટે  http://itiadmission.gujarat.gov.in  વેબસાઇટ પર જઇ તા. 13 જૂન સુધીમાં પ્રથમ રાઉન્ડ માટે પ્રવેશફોર્મ ઓનલાઇન ભરવાનું રહેશે. ઉમેદવારે તેઓની પસંદગીની એક કરતા વધારે સંસ્થાઓ માટે ફક્ત એક જ ઓનલાઈન પ્રવેશફોર્મ ભરવાનુ રહેશે. એડમીશન માટેની માહિતી પુસ્તિકા ઉપરોક્ત વેબસાઈટ પરથી ડાઉનલોડ કરી શકાશે. 

પ્રવેશ ફોર્મ આઈ.ટી.આઈ. ખાતે વિના મુલ્યે ભરી આપવામાં આવશે. ઉમેદવારે ફક્ત રજીસ્ટ્રેશન ફી રૂ. 50 ઓનલાઈન ભરવાની રહેશે. વધુ માહિતી માટે પ્રવેશ ઇચ્છુક ઉમેદવારોએ જે-તે આઇ.ટી.આઇ.નો રૂબરૂ સંપર્ક કરવો.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj