રૂ.8 હજારમાં ટેસ્ટ વિના ડ્રાઇવીંગ લાયસન્સની સોશ્યલ મીડિયામાં જાહેરાત !!

Local | Rajkot | 18 May, 2024 | 04:07 PM
રાજકોટ આરટીઓ અધિકારી ચોંકયા : તાકીદે જાહેરાત મુકનાર રાજદીપસિંહ ડાભી સામે એફઆઇઆર કરવા બી ડીવીઝન પોલીસને અરજી અપાતા તપાસ શરૂ
સાંજ સમાચાર

રાજકોટ, તા. 18
રાજકોટનાં રાજદીપસિંહ ડાભી નામના એક વ્યકિત દ્વારા સોશ્યલ મીડિયામાં વગર ડ્રાઇવીંગ ટેસ્ટ એ ડ્રાઇવીંગ લાયસન્સ મેળવવા અંગે ભ્રામક જાહેરાત મુકતા અને આ બાબત રાજકોટ જિલ્લા આરટીઓ અધિકારી કે.એમ.ખપેડના: ધ્યાને આવતા તેઓએ આ પ્રશ્ર્ને એફઆઇઆર દાખલ કરવા બી ડીવીઝન પોલીસ સ્ટેશનને લેખિત અરજી કરી છે અને  આ અરજીનાં પગલે બી ડીવીઝન પોલીસે તપાસ પણ શરૂ કરી છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટ જિલ્લા આરટીઓ અધિકારીએ બી ડીવીઝન પોલીસને કરેલી અરજીમાં જણાવેલ છે કે સોશ્યલ મીડિયા એપ્લીકેશન ઇન્સ્ટાગ્રામ પર વાહન વ્યવહાર કમિશ્નરની કચેરી, ગાંધીનગરના ધ્યાને આવેલ છે કે રાજદીપસિંહ ડાભી નામના વ્યકિત દ્વારા પોતાના ઇન્સ્ટાગ્રામ આઇડીની સ્ટોરમાં ર વ્હીલ અને 4 વ્હીલ લાયસન્સ ટ્રાયલ વગર માત્ર 8000 રૂપિયા નામની ભ્રામક જાહેરાત કરવામાં આવેલ.

આથી વાહન વ્યવહાર કમિશનરના આદેશ મુજબ પોલીસ સાથે સંકલનમાં રહી કાર્યવાહી કરવા અધિકૃત કરવામાં આવેલ હોય આ બાબતે યોગ્ય તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવા આથી લેખિતમાં અરજી કરવામાં આવી છે તેમજ કરેલ કાર્યવાહનો અહેવાલ સત્વરે અત્રેની કચેરીને મોકલી આપવા પણ જણાવાયું છે. 

તથા વધુમાં અત્રેની આરટીઓ કચેરીમાં જાહેર જનતાને લગતી લાયસન્સ અને વાહન સંબંધીત કામગીરી કરવામાં આવે છે. આથી અત્રેની કચેરી આસપાસ તથા નજીકના સ્થળે જાહેર જનતા પાસેથી છેતરપીંડી આચરી પૈસા પડાવી અથવા ગેરકાયદેસરની પ્રવૃતિઓ કરી ઉલ્ટી સીધી વાતો કરી જાહેર જનતાને ગેરમાર્ગે દોરી કામ ઠગાઇ જેવી પ્રવૃતિઓ કરી રહેલ ઇસમો કે ઇસમોની ટોળી નજરે પડે તો તેઓની સામે પગલાઓ લેવા પોલીસ કમિશ્નર રાજકોટ શહેરનાં  જાહેરનામા અનુસાર કાર્યવાહી કરવા જણાવાયું છે. 

♦હું રાજકોટ આરટીઓનું કામ કરતો નથી, સોશીયલ મીડિયાની ટીમથી ભુલ થઇ છે: રાજદિપસિંહ ડાભીનો બચાવ

રાજકોટ, તા.18
સોશીયલ મીડિયામાં રૂા.8 હજારમાં ટ્રાયલ વગર લાયસન્સ કાઢી આપવાની ભ્રામક જાહેરાત વાયરલ થયા બાદ ઇન્સ્ટાગ્રામ આઇડી ધારક રાજદિપસિંહ ડાભીએ બચાવમાં જણાવ્યું હતું કે તે પોતે એસ.ટી. બસપોર્ટમાં આર.આર. ઇવેન્ટ મેનેજમેન્ટની ઓફિસ ધરાવે છે. તેમજ પોતે ઘણા સમય પહેલા રાજકોટ આરટીઓનું કયામ સંભાળતા હતા પરંતુ હાલ તે જામનગર આરટીઓનું કામ કરે છે.

તેમજ તે છેલ્લા 10 દિવસથી રાજકોટ બહાર છે. તેમની સોશીયલ મીડિયા ટીમ ઇવેન્ટ મેનેજમેન્ટ સહિત આરટીઓને લગતી પ્લેટ બનાવતા હોય છે અને તે વાયરલ કરતાં હોય છે. જેથી મને પણ આજે સવારે આ બાબત ધ્યાને આવે છે જે બાબતે સોશીયલ મીડિયાની ટીમ દ્વારા શબ્દોની ભૂલ થઇ છે. ઉપરાંત જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર અને પોલીસ તંત્રની કામગીરી જ એટલી કડક છે કે સેટીંગની શકયતા નહિવત છે.

 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj