નીતિ આયોગ બાદ હવે સ્ટેટ બેંકનો પણ ગરીબી ઘટી હોવાનો દાવો: સરકારી પગલાઓની ‘જમીની સ્તરે’ અસર

India | 28 February, 2024 | 02:58 PM
સાંજ સમાચાર

મુંબઇ, તા.28
ભારતમાં ગરીબી દરમાં ઝડપથી ઘટાડો થઇ રહ્યાના નીતિ આયોગના કથન બાદ હવે દેશની સૌથી મોટી બેંક એવી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ પણ સંશોધન રીપોર્ટમાં દાવો કર્યો છે એટલું જ નહીં સરકાર દ્વારા લેવાતા પગલાની જમીની સ્તરે અસર દેખાવા લાગી હોવાનો નિર્દેશ કર્યો છે.

કન્ઝ્યુમર એક્સપેન્ડિચર સર્વેના રિપોર્ટને ટાંકીને કહ્યું છે કે દેશમાં શહેરી અને ગ્રામીણ વિસ્તારો વચ્ચેનું અંતર ઘટ્યું છે. રિપોર્ટ અનુસાર ગ્રામીણ વિસ્તારોમાં ગરીબી 2022-23માં ઘટીને 7.2 ટકા થઈ ગઈ છે જે 2011-12માં 25.7 ટકા હતી. જ્યારે શહેરી વિસ્તારોમાં ગરીબી ઘટીને 4.6 ટકા થઈ છે જે 2011-12માં 13.7 ટકા હતી.
ગ્રામીણ વિસ્તારોમાં ગરીબી ઘટવાને કારણે દેશમાં ગરીબીનો દર 4.5 થી 5 ટકા પર આવી જવાની સંભાવના છે.

રિસર્ચ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ભારત સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાની જમીની સ્તર પર મોટી અસર પડી રહી છે. રિપોર્ટ અનુસાર ગ્રાહક ભાવ ફુગાવામાં નવા સ્થાનિક વપરાશ ખર્ચને સામેલ કરીને દેશની વાસ્તવિક જીડીપી નાણાકીય વર્ષ 2023-24માં 7.5 ટકાના સ્તરે રહી શકે છે.

ચીફ ઈકોનોમિક એડવાઈઝર સૌમ્ય કાંતિ ઘોષના નેતૃત્વમાં તૈયાર કરાયેલા સંશોધન અહેવાલ અનુસાર એક દાયકા પછી જાહેર કરાયેલા ઘરગથ્થુ વપરાશ ખર્ચ સર્વેમાં શહેરી અને ગ્રામીણ ઘર વપરાશની પેટર્નમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. શહેરી ગ્રામીણ વિસ્તારોમાં માથાદીઠ વપરાશ અને ખર્ચમાં વધારો થયો છે.

એસબીઆઈએ તેના રિપોર્ટમાં જણાવ્યું છે કે કોરોના મહામારી પછી 2018-19થી ગ્રામીણ વિસ્તારોમાં ગરીબીમાં 440 પોઈન્ટ્સનો ઘટાડો થયો છે, જ્યારે શહેરી ગરીબીમાં 170 બેસિસ પોઈન્ટ્સનો ઘટાડો થયો છે. આનાથી સ્પષ્ટ થાય છે કે સરકારી યોજનાઓની ગ્રામીણ વિસ્તારોમાં લોકોની આજીવિકા પર મોટી અસર પડી છે.

નવા ઘરગથ્થુ વપરાશ ખર્ચના સર્વેક્ષણના આંકડા દર્શાવે છે કે અસમાનતાનું અંતર ઘટ્યું છે. સરેરાશ, શહેરી અને ગ્રામીણ બંને વિસ્તારોમાં વપરાશ સમાન રીતે વધ્યો છે. ગ્રામીણ અને શહેરી વિસ્તારો વચ્ચેના વપરાશમાં અસમાનતા પણ ઘટી છે.

રિસર્ચ અનુસાર 2011-12માં, ગ્રામીણ વિસ્તારોમાં 816 રૂપિયાથી ઓછી અને શહેરી વિસ્તારોમાં 1000 રૂપિયાથી ઓછી આવક ધરાવતા લોકોને ગરીબી રેખા નીચે ગણવામાં આવતા હતા. પરંતુ ગજજઘના નવા ડેટા અનુસાર, નવી ગરીબી રેખા અથવા વપરાશનું મૂળભૂત સ્તર ગ્રામીણ વિસ્તારોમાં વધીને 1622 રૂપિયા અને શહેરી વિસ્તારોમાં 1922 રૂપિયા થઈ ગયું છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે બિહાર, ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશ જેવા પછાત ગણાતા રાજ્યોમાં ઝડપથી સુધારો થયો છે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj