મુંબઇ :
સની દેઓલ અને રણદીપ હુંડાને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી ‘જાટ’ હજુ તો થિયેટરમાં ચાલી રહી છે ત્યારે સની દેઓલે સોશ્યલ મીડિયામાં ‘જાટ-2’નું પોસ્ટર રીલીઝ કરીને આ ફિલ્મની સીકવલની જાહેરાત કરી દીધી છે.
ફિલ્મના ફર્સ્ટ લુક પોસ્ટરમાં ‘જાટ-2’ ટાઇટલ સ્પષ્ટ નજરે ચડે છે. આ પોસ્ટની કેપ્શનમાં સનીએ લખ્યું છે કે, હવે જાટ નવા મિશન પર જવાનો છે.
સનીની આ અનાઉન્સમેન્ટ પછી એના ફેન્સના ઉત્સાહમાં વધારો થયો છે અને ‘જાટ-2’ માટેની તાલાવેલી પણ વધી ગઇ છે.
જાટ સનીના કરીઅરની ત્રીજી સૌથી મોટી હીટ
સની દેઓલની ‘જાટ’ કમાણીની દ્રષ્ટિએ તેની કરીયરની ત્રીજા નંબરની ફિલ્મ સાબિત થઇ છે. આ ફિલ્મ પહેલા અઠવાડિયામાં 57.97 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે.
કમાણીને દ્રષ્ટિએ જોઇએ તો પહેલા અને બીજા નંબરે ગદર સીરીઝ છે. ‘જાટ’ની સાત દિવસની કમાણી પર બાજુમાં નજર કરીએ..
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy