ધાબડીયા વાતાવરણમાં બપોરે તાપમાન 34.2 ડિગ્રી

Saurashtra | Rajkot | 09 May, 2025 | 03:18 PM
વહેલી સવારે વાદળો છવાયા : પવનની ગતિમંદ પડતા ઉકળાટ - બફારામાં વધારો : ગત રાત્રે હળવા ભારે ઝાંપટા વરસ્યા
સાંજ સમાચાર

રાજકોટ,તા.9
ચાલુ સપ્તાહમાં કમૌસમી વરસાદનાં માહોલમાં ગત રાત્રીનાં રાજકોટ શહેરના અનેકવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવા ભારે ઝાંપટા વરસ્યા બાદ આજે વહેલી સવારે વાદળછાયા માહોલમાં પવનની મંદગતિ સાથે બપોરે મહતમ તાપમાનનો પારો 34.2 ડિગ્રીએ પહોંચતા ધૂપછાંવ ભર્યા માહોલમાં ઉકળાટ સાથે બફારો અનુભવાયો છે.

રાજકોટમાં આજે સવારે ન્યુતતમ તાપમાન 26.6 ડિગ્રી સાથે હવામાં ભેજનું પ્રમાણ 78 ટકા સાથે પવનની ગતિ 14.4 કિ.મી.નોંધાઈ હતી.જયારે બપોરે મહત્તમ તાપમાન 34.2 ડિગ્રી સાથે હવામાં ભેજનું પ્રમાણ 47 ટકા સાથે પવનની ગતિ સરેરાશ 10 કિ.મી.નોંધાઈ હતી.

ગતરાત્રીના હળવા ભારે ઝાંપટા સાથે સત્તાવાર અડધો ઈંચ વરસાદ નોંધાયો હતો. હજુ પણ વાદળ છાંયા વાતાવરણમાં અમુક સ્થળે હળવા ભારે ઝાંપટા વરશે તેવી સંભાવના છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj