અમદાવાદ,તા.18
અમદાવાદ-ઇન્દોર હાઇવે પર 16 જાન્યુઆરી રાત્રિ દરમિયાન એક ઇકો કાર અને ગાય વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અમદાવાદથી ઓઢવાડ જતી વખતે અચાનક હાઇવે પર ગાય આવી જતાં કારચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને કાર પલટી ખાઈ ગઈ હતી.
આ અકસ્માતમાં કારમાં સવાર પાંચ લોકોમાંથી ચાર લોકોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં. મૃતકો બાલાસિનોરના રહેવાસી હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. કઠલાલ પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
કઠલાલ પાસે કાર પલટી જતાં બાલાસિનોરના 4 લોકોનાં મોત કઠલાલ પાસેથી અમદાવાદ-ઈન્દોરને જોડતો છે. 16 જાન્યુઆરીએ મોડીરાત્રે ઇકો કાર નંબર (જીજે 35 એન 1079) પસાર થઈ રહી હતી. આ દરમિયાન રોડ વચ્ચે એકાએક ગાય આવી ગઈ હતી. જેથી ઈકો કારચાલકે કારના સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતાં આ કાર હાઈવેના ડિવાઈડર પર ચઢી ગઈ હતી.
ત્યાર બાદ લાઈટના લોખંડના પોલ સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં કારનો આગળના ભાગનો લોચો વળી ગયો હતો. તો બીજી તરફ કારમાં સવાર કારચાલક સહિત 4 લોકોનાં ઘટનાસ્થળે કમકમાટીભર્યાં મોત નીપજ્યાં હતાં.
ઓથવાડ ગામમાં ચારેય મૃતકની એક સાથે અંતિમયાત્રા નીકળી હતી, જેમાં આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. એક જ ગામના ચાર લોકોના અચાનક અવસાનથી સમગ્ર પંથકમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. આ દુર્ઘટના એ સમગ્ર વિસ્તારમાં ભારે ગમગીની ફેલાવી છે.
આસપાસના લોકો અકસ્માત સમયે દોડી આવ્યા હતા અને 4 લોકોના મૃતદેહોને બહાર કાઢ્યા હતા. તો વળી કારમાં સવાર એક વ્યક્તિને ઈજા થતાં તેને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ બનાવ બાદ કઠલાલ પોલીસ બનાવ સ્થળે દોડી આવી હતી.
તપાસ અધિકારી કઠલાલ પીઆઈ એમ.વી.ભગોરાએ જણાવ્યું હતું કે, ઈજાગ્રસ્ત ફરિયાદી સંજય પુજેસિહ ઠાકોરની ફરિયાદના આધારે ગુનો દાખલ કરાયો છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે આ બનાવમાં કુલ 4 લોકોનાં મોત નીપજ્યાં હતા, જેમાં કારચાલકનો પણ સમાવેશ થાય છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy