IPO માં મહારાષ્ટ્રને પછાડી ગુજરાત નંબર-1

શેરબજાર ટ્રેડીંગમાં અમદાવાદનો બીજો ક્રમ: રાજકોટથી રોજ 612 કરોડનો કારોબાર

India, Business, Gujarat | 20 January, 2025 | 11:33 AM
શેરબજારમાં દર 5 માંથી 1 સોદો ગુજરાતથી થાય છે
સાંજ સમાચાર

મુંબઇ, તા.20
સમગ્ર વિશ્ર્વમાં વેપારી માઈન્ડેડ પ્રજા તરીકે ગુજરાતીઓની આગવી ઓળખ છે. જે પોતાની સુજબુજથી સારો વેપાર ધંધો કરી જાણે છે. દેશભરમાં શેરબજારમાં આપણા અમદાવાદે બીજા ક્રમાંકે પોતાનું સ્થાન નોંધાવ્યું છે. 

દેશભરમાં શેરબજારમાં આપણા અમદાવાદે બીજા ક્રમાંકે પોતાનું સ્થાન નોંધાવ્યું છે. શેરબજાર ટ્રેડિંગમાં સમગ્ર દેશમાં અમદાવાદ બીજા સ્થાને આવ્યું છે . દેખીતી રીતે જ વાણીજ્ય સલાહકાર, મ્યુચલ ફંડ, બીગ બુલ બ્રોકર્સનું હબ મુંબઈ હોવાથી દેશની આર્થિક રાજધાની મુંબઈએ આજે પણ પોતાનું પ્રથમ સ્થાન જાળવી રાખ્યું છે. પરંતુ ત્યારબાદ ઈન જનરલ BSE અને NSE પર થતા કુલ સરેરાશ સોદામાં ગુજરાતનો ભાગ અંદાજે 20 ટકા જેટલો એટલે કે દર 5 વ્યવહારે એક સોદો ગુજરાતમાં થાય છે તેમ કહી શકાય. 

ગુજરાતમાં દરરોજનું ટર્નઓવર 20 હજાર કરોડનું છે. અમદાવાદમાં દૈનિક 9408કરોડ તો સૌરાષ્ટ્ર રાજકોટમાંથી 612 કરોડ રુપિયાનો કારોબાર થાય છે. ઓવરઓલ કેશ સેગમેન્ટમાં ટકાવારીની દ્રષ્ટીએ રોજીંદા  ટર્નઓવરમાં 53 ટકાનો વધારો નોંધાયો છે.  અત્યાર સુધી પ્રથમ ક્રમાંકે આવતા મહારાષ્ટ્રને  IPO રોકાણમાં પણ ગુજરાતે માત આપી પ્રથમ સ્થાન મેળવ્યું છે. વર્ષ 2021માં સરેરાશ  દૈનિક  4475 કરોડથી વધી 3.5 ગણા વધારા સાથે હાલ ગત ઓક્ટોબર-નવેમ્બરમાં સરેરાશ 20137 કરોડનો વકરો  નોંધાયો છે. 

ડિજિટલ ઈન્ડિયામાં 125 દેશો વચ્ચે 8માં ક્રમાંક નોંધાવી ડિજિટલ ક્રાંતિ અને ઓનલાઈન  વેપાર વ્યવહારોને કારણે સમય અને ઉર્જાનો બચાવ થાય છે સાથે જ મોબાઈલ એપ અને ઈન્ટરનેટના માધ્યમથી ટ્રેડિગમાં સરળતા રહે છે. તો આ તરફ રોજબરોજના વેપાર વાણીજ્યમાં વ્યાપક તેજી સાથે સ્મોલ અને મીડકેપ સ્ટાર્ટ અપને કારણે નવા રોકાણકારોને નોંધણી પ્રક્રિયા સરળ બની છે.ઈ એપને કારણે ઈન્સ્ટન્ટ ટેલી માર્ગદર્શનને કારણે રિસ્ક ફેક્ટર્સ ઘટ્યા છે. સીસ્ટમેટીક સરળ નોલેજ અને જાણકારીને કારણે વધુ ને વધુ નવા રોકાણકારો શેરબજાર તરફ આકર્ષાયા છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj