અમદાવાદના શિક્ષિકાએ બનાવ્યો અનોખો સ્ટાર્ટઅપ શો: ‘કલ કે કરોડપતિ શો’ ઉદ્યમીઓ માટે બનશે આશીર્વાદરૂપ

Business | Ahmedabad | 03 April, 2024 | 03:55 PM
પહેલી સીઝન માટે ગુજરાતભરમાંથી 500થી વધુ બિઝનેસ પ્રપોઝલ્સ ને આમંત્રણ
સાંજ સમાચાર

રાજકોટ:તા 3 
 

આજના કેટલાય યુવાનો અંબાણી અને અદાણી જેવા ઉદ્યોગપતિ બનવાના સપનાને સાકાર કરવા મહેનત કરી રહ્યા છે. આવા યુવા ઉદ્યમીઓના સપના પૂરા કરવા પ્રેરિત કરવા આવી રહ્યો છે એક ટીવી શો. જેનું નામ છે ’કલ કે કરોડપતિ’ અને તેને બનાવ્યો છે અમદાવાદમાં રહેતા અલકાબેન ગોર નામના શિક્ષિકાએ.

તેમણે હેલ્થી ફૂડના ઓનલાઇન બિઝનેસને લઇ લઇ તેમણે એક પ્લાન બનાવ્યો. આ સ્ટાર્ટઅપ પ્રોજેક્ટ હતો. તેથી કેટલાક એન્જલ ઇન્વેસ્ટર્સ અને વેન્ચર કેપિટલ ફર્મનો સંપર્ક કર્યો. પરંતુ ફૂડ એન્ડ બેવરેજિસ સ્ટાર્ટઅપમાં સીડ ફંડિંગ માટે કોઈએ તૈયારી ન દર્શાવી. તેમણે વિચાર્યું કે, તેમના જેવા કેટલાય લોકો બિઝનેસના નવા આઈડિયા લઇને આવેલ ઇન્વેસ્ટર્સની એક સારું પ્લેટફોર્મ ઉભું આપવા ’કલ કે કરોડપતિ’ નામના ટીવી કાર્યક્રમ શરૂ થયો. અમદાવાદના વેન્ચર બિલ્ડર મિલાપસિંહ જાડેજા મદદ કરી છે.  તેમના આ રિયાલિટી શો માટે ફિલ્મ સ્ટાર સુનિલ શેટ્ટીએ પણ સાથ આપ્યો. આ શો હિંદી ભાષામાં બન્યો છે અને તેનું પ્રસારણ નેશનલ ટેલિવિઝન પર ટૂંક સમયમાં થશે.એની પ્રથમ સીઝન ગુજરાતના સ્ટાર્ટઅપ્સને કેન્દ્રસ્થાને રાખીને બની છે. આગળ જતાં રાજસ્થાન અને મહારાષ્ટ્ર સહિત રાજ્યોને ધ્યાનમાં રાખી શો બનાવવા તૈયારી ચાલી રહી છે. 

શોના કો-પ્રોડ્યુસર અલકા ગોરે શોની ગુણવત્તા તેમ જ સફળતા વિશે વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું, "ગુજરાતમાં આવો અનોખો અને અવ્વલ શો બન્યો છે એ સાત કરોડ ગુજરાતીઓ માટે, આખા દેશ માટે ગૌરવની બાબત છે. આશાસ્પદ બિઝનેસ માટે આ શો આવશ્યક ભંડોળ મેળવીને આગેકૂચ કરવાનું કામ આસાન કરી આપશે. મને ખાતરી છે કે આ શો પોતાના ક્ષેત્રમાં દેશના એક સર્વોત્તમ પ્લેટફોર્મ તરીકે પ્રસ્થાપિત થશે. ‘કલ કે કરોડપતિ’ના ઉપક્રમે શોના આગમન પહેલાં જ સ્ટાર્ટઅપ્સને રૂપિયા 15 કરોડ જેટલી માતબર રકમ વિવિધ વેપાર માટે ફાળવી દેવામાં આવી છે.”

આ પ્રકારના અન્ય શોઝથી સદંતર જુદું અને મનોરંજક માળખું ’કલ કે કરોડપતિ’નું છે. પહેલી સીઝન માટે ગુજરાતભરમાંથી 500થી વધુ બિઝનેસ પ્રપોઝલ્સ અને વિચારોને આમંત્રિત કરવામાં આવ્યાં હતાં. એમાંથી 27 મૌલિક આઇડિયાઝ ધરાવતા સ્ટાર્ટઅપ્સને શોમાં ઝળકવાની તક આપવામાં આવી હતી. 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj