માનવામાં મુશ્કેલ પણ હકીકત છે

રાજકોટથી અમદાવાદ હવે હવાઈ સફર કરી શકાશે: 31 માર્ચથી ઇન્ડિગો ફ્લાઇટ સેવા શરૂ કરશે

Travel, Saurashtra | Rajkot | 26 February, 2024 | 05:41 PM
♦ કાયમી રહેશે કે ફકત ઉનાળાના વેકેશન સુધી ? - તે લોકોના પ્રતિસાદ પર નક્કી થશે : પ્રયોગ માટે ચાલુ કરાયેલ ઉદયપુર રૂટ હાલ બંધ જ છે
સાંજ સમાચાર

♦ બપોરે 2.35 કલાકે અમદાવાદથી નીકળશે, રાજકોટ 3.30 કલાકે પહોંચશે ; બપોર 3.50 કલાકે રાજકોટથી ટેક ઓફ થશે, બપોર 4.50 કલાકે અમદાવાદ લેન્ડ થશે 

♦ હાલ બુકિંગ વેબસાઈટ પર 3000 આસપાસનું ભાડું દર્શાય છે : વંદે ભારત એક્સપ્રેસ બાદ અમદાવાદ પહોંચવા વધુ એક વિકલ્પ : આંતરરાષ્ટ્રીય અને દેશના અન્ય વિવિધ શહેરોના કનેક્શન લેવા માટે ફાયદાકારક સાબિત થઈ શકે 

રાજકોટ : વંદે ભારત ટ્રેન એકસપ્રેસ બાદ સૌરાષ્ટ્રને અમદાવાદ સાથે જોડતું વધુ એક શ્રેષ્ઠ વિકલ્પ મળ્યો છે. 31 માર્ચ 2024 થી રાજકોટના ભાગોળે આવેલ હિરાસર એરપોર્ટ થી અમદાવાદ એરપોર્ટ માટે ઇન્ડિગો દ્વારા વિમાની સેવા શરૂ કરાશે.

સામાન્ય રીતે હજારો લોકો દરરોજ બાય રોડ પહોંચતા હોય છે તે અમદાવાદ સેન્ટર માટે હવે વિમાની સેવા શરૂ કરાશે તેવી જાહેરાત ઇન્ડિગો કંપની દ્વારા કરાઈ છે. 31 માર્ચ થી અઠવાડિયામાં છ વખત અમદાવાદ અને રાજકોટ વચ્ચે વિમાની સેવા ઉપલબ્ધ રહેશે. ઇન્ડિગોનું અઝછ 72 વિમાન અઠવાડિયામાં છ દિવસ ઉડાન ભરશે.

ફ્લાઇટ ટાઇમ : 
ઇન્ડિગો ફ્લાઇટ 6E 7295 અમદાવાદ થી બપોરે 2.35 કલાકે ટેક ઓફ થશે, રાજકોટ હિરાસર એરપોર્ટ પર 3.30 કલાકે લેન્ડ થશે. ફ્લાઇટ 6E 7296 બપોરે 3.50 કલાકે રાજકોટ થી વિમાન ટેક ઓફ થશે, બપોરે 4.50 કલાકે અમદાવાદ લેન્ડ થશે. હાલ બુકિંગ વેબસાઈટ 3000 આસપાસનું ભાડું દર્શાવે છે.

એક કલાક પહેલા પહોચવું, એક કલાકની ફ્લાઇટ, સામાન સાથે બહાર નીકળતા બીજી અડધી કલાક તો આટલી વારમાં રાજકોટથી અમદાવાદ પહોંચી જવાય...... ફ્લાઇટ સેવા ચાલશે?
ઉનાળા વેકેશન દરમ્યાન આંતરરાષ્ટ્રીય અને ડોમેસ્ટિક કનેક્શન માટે આ વિમાની સેવા ઉપયોગી બની શકે છે : મિડલ ઇસ્ટ, ફાર ઇસ્ટ માટે કનેક્શન સરળ બનશે 

રાજકોટ : રાજકોટના હીરાસર એરપોર્ટ થી અમદાવાદ માટે ફ્લાઇટ સેવાની જાહેરાત થતા અનેક પ્રકારની ચચાઓ સંભાળવા મળી હતી. એક વર્ગ ખુશ છે તો એક વર્ગ એવું કહેતા હતા કે રાજકોટ થી અમદાવાદ સામાન્ય રીતે વંદે ભારતમાં 3.30 કલાકમાં અને બાય રોડ પણ 3.45 કલાકમાં પહોંચી શકાય છે. ત્યારે ફ્લાઇટ સેવા માટે એક કલાક વહેલા જવું પડે, એક કલાક ઉડાન ભરે, નીચે ઉતરીને સામાન મેળવો

ત્યારે બીજી અડધી કલાક અને પછી સિટીમાં પહોંચતા બીજી અડધી કલાક તો આ સુધીમાં ગાડીમાં પહોંચી શકાય. પરંતુ ઉનાળાના  વેકેશન દરમ્યાન ખૂબ જ ટ્રાફિક હોય છે. ખાસ કરીને, લોકો ઇન્ટરનેશનલ અને ડોમેસ્ટિક વિવિધ શહેરોમાં હોલીડે લેતા હોય છે. ત્યારે રાજકોટ થી જ્યાં પહોંચી નથી શકાતું અને અમદાવાદ થી ફ્લાઇટ મળી શકે છે તેવા યુએઈ, ફાર ઇસ્ટ જેવા સેન્ટર માટે કનેક્શન ફ્લાઇટ ઉપયોગી બનશે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj