સલમાનને લઈને ‘એક થા ટાઈગર’, ‘સુલતાન’ બનાવનાર

અલી અબ્બાસ હવે શાહરૂખ, આમીર, અને અજય સાથે કામ કરવા માંગે છે

India, Entertainment | 02 April, 2024 | 05:09 PM
આ ત્રણેય સુપરસ્ટાર માટે એક અલગ પ્રકારની એકશન ફિલ્મ બનાવીશ:અલી
સાંજ સમાચાર

મુંબઈ: સલમાનખાન સાથે ‘એક થા ટાઈગર’ સુલતાન અને ભારત જેવી ફિલ્મો બનાવનાર ફિલ્મ મેકર અલી અબ્બાસ જફરનુ કહેવૂ છે કે હવે તે શાહરૂખખાન આમીરખાન અને અજય દેવગન સાથે કામ કરવા માંગે છે. હાલમાં જ તેણે કહ્યું હતું કે તે સલમાનખાન સ્ટારર ફિલ્મો અને શાહીદ કપુરની સાથે બ્લડી ડેડી બનાવ્યા બાદ હવે તે હવે પોતાના કામને વિસ્તાર આપવા માંગે છે.

અલી અબ્બાસ જફરે કહ્યું હતું કે હૂં ઈન્ડસ્ટ્રીઝમાં બધા કલાકારો સાથે કામ કરવા માંગુ છું. પણ મારા લીસ્ટમાં સૌથી ઉપર શાહરૂખ સર, આમીર સર, અને અજય દેવગન છે. હું આ લોકો સાથે એકશન ફિલ્મ કરવા માગું છું.

આ બધી ફિલ્મોમાં એક અલગ પ્રકારનું એકશન હશે.આ બધા સુપરસ્ટાર્સ માટે પ્રોજેકટને એવા બનાવવા પડશે જે તેમની સ્ટ્રેન્થ પસંદ પર ફીટ બેસે. અલીએ કહ્યું હતું કે જેમ કે સુલતાનને જ લઈ લો.આ સ્પોર્ટસ ડ્રામા હતી. પણ તેમાં એકશન પણ હતી. આ રીતે અલગ અલગ સુપરસ્ટાર માટે એક અલગ એકશન ફિલ્મ બનાવવામાં આવશે. જે ખાસ તેમના માટે જ તૈયાર થઈ હોય અને તેમને તેમના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર કાઢે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj