(ફારૂક ચૌહાણ)
વઢવાણ, તા. 9
મુળી તાલુકાનાં ગઢડા ગામે એક બંધ હાલતમાં રેતી વોશ નો પ્લાન્ટ આવેલ હોય ત્યાં એક હિટાચી મશીન છેલ્લા 3 દિવસ થી વરસાદ ના કારણે મુકેલી હાલતમાં ખુલ્લા મેદાનમાં મા પડેલ હતું ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા ખાણ ખનીજ અધિકારી સંજયભાઈ ગાડી નંબર બોલેરો 8381 લઈને આવેલ અને હિટાચી મશીન ને સિલ કરવામાં આવેલ અને રોજકામ કરવામાં આવેલ તે તમામ કાર્યવાહી ખોટીરીતે અને ગેરકાયદેસર કરવામાં આવી છે.
હિટાચી મશીન માલિક ને ખોટી રીતે હેરાન કરવામાં આવેલ ત્યારે આ અધિકારી દ્વારા કલેકટર ની નોટીસ ફટકારતા કેસો કરવા માટે ખાણ ખનીજ અધિકારીઓ રીતસર રઘવાયા થયા હોય તેમ ખોટી કાર્યવાહી કરી હિટાચી મશીન માલિક ને દંડ ફટકારવાની કામગીરી કરી વાહવાહી મેળવવા નો પ્રયાસ કરી રહ્યા નો બનાવ આજે સામે આવેલ છે.
ખાણ ખનીજ અધિકારી ઓ હપ્તા માટે હવાતિયાં મારતા હોય અને ગેરકાયદેસર ખનન વહન મા સાથ સહકાર ખનીજ માફીયાઓ ને આપતા હોય ત્યારે કલેક્ટર સુરેન્દ્રનગર જિલ્લા દ્વારા ખાણ ખનીજ અધિકારી ને તાજેતરમાં નોટીસ ફટકારી કામગીરી નો અહેવાલ મંગાવેલ ત્યારે ખોટીરીતે કામગીરી ખાણ ખનીજ વિભાગ કરી રહ્યા છે તે શરમજનક ઘટના આજે સામે આવી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy