રશિયા પર 500 પ્રકારના નવા પ્રતિબંધ લાદતુ અમેરિકા

India, World | 24 February, 2024 | 02:41 PM
યુક્રેન હુમલાની વરસીએ બાઈડન તંત્રનો નિર્ણય: રશિયન વિપક્ષી નેતાના મોત સામે પણ આક્રોશ
સાંજ સમાચાર

વોશિંગ્ટન,તા.24
યુક્રેન પર રશિયાની ચડાઈના એક વર્ષ અને હાલમાં જ રશિયાના વિપક્ષી નેતા એલેકસી નવલનીના જેલમાં થયેલા મૃત્યુ માટે વ્લાદીમીર પુટીનને જવાબદાર ગણાવી અમેરિકાએ રશિયા પર 500 પ્રકારના નવા પ્રતિબંધ લાદી દીધા છે.

ખાસ કરીને આ પ્રતિબંધોમાં વિપક્ષી નેતાના મોત માટે જવાબદાર પુટીનના કેટલાક સાથીદારોને પણ અમેરિકા અને યુરોપીયન સંઘમાં પ્રવેશ પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે.

આ ઉપરાંત રશિયાની પેમેન્ટ ચેનલ તેના સૈન્ય માટેના ઔદ્યોગીક ઉત્પાદનો અને રશિયન ઓઈલના ખરીદ વેચાણ પર પણ અસર થશે. રશિયાએ જો કે આ પ્રકારના પ્રતિબંધને તેમના મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન ગણાવ્યું હતું અને કહ્યું હતું કે અમે આગામી સમયમાં આ પ્રકારના પ્રતિબંધ સામે રશિયન તાકાત બતાવશું.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj