વોશિંગ્ટન, તા.22
અમેરિકામાં સત્તા સંભાળનાર ડોનાલ્ડ ટ્રમ્પ સરકારે તેના પ્રથમ ટેકનોલોજી સંબંધી નિર્ણયમાં આર્ટીફીશ્યલ ઇન્ટેલીઝન્ટમાં 500 અબજ ડોલરનું રોકાણ કરવાની તૈયારી કરી છે અને આ માટે અમેરિકન સરકારે એક ખાસ કંપની રચશે અને તેના આધારે એક લાખથી વધુ લોકોને નોકરી મળે તે જોશે.
ટ્રમ્પને આ માટે ઓરેકલ, સોફ્ટ બેંક અને એઆઇ સાથે મળીને અમેરિકી સરકાર આ કામ કરશે. આ ઉપરાંત સ્ટારમેટ નામથી સ્થપાનારી આ કંપની અમેરિકામાં ટેકનોલોજી કંપનીના ડેટા સેન્ટર પણ ચલાવશે અને હાલ ભારત સહિતના દેશોમાં જે રીતે અમેરિકી કંપનીઓનું ડેટા પ્રોસેસીંગ થાય છે તે અમેરિકામાં જ થાય તે નિશ્ચિત કરશે.
આ માટે ટેકસાસમાં દસ ડેટા સેન્ટર સ્થાપવાની જાહેરાત કરવામાં આવી છે. વ્હાઇટ હાઉસમાં પત્રકારો સાથેની વાતચીતમાં ઓરેકલના મુખ્ય ટેકનોલોજી અધિકારી લેરી એલીસન સોફ્ટ બેંકના મુખ્ય સીઇઓ માસાયોસી સોન અને ઓપન એઆઇના સીઇઓ સેમ ઓલ્ટમેનએ સંયુક્ત રીતે આ જાહેરાત કરી હતી.
તેમાં એક લાખથી વધુ લોકોને નોકરી અપાશે. હાલ આર્ટીફીશ્યલ ઇન્ટેજીલન્સમાં અમેરિકા સૌથી આગળ છે અને અમેરિકામાં રોજગાર સર્જનમાં ટ્રમ્પે આ ટેકનોલોજીને મહત્વ આપવા નિર્ણય લીધો છે. ટ્રમ્પે જાહેર કર્યું કે સ્ટારગેટ તુર્ત જ તેનું કામ શરુ કરી દેશે અને તે આગામી જનરેશનમાં આર્ટીફીશ્યલ ઇન્ટેલીજન્સ માટે કામ કરશે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy