કાળઝાળ ગરમી વચ્ચે રાજકોટ સહિત વિવિધ સ્થળે સવારે આંશિક વાદળો છવાયા

Gujarat, Saurashtra | Rajkot | 11 April, 2024 | 12:48 PM
41.7 ડિગ્રી સાથે રાજકોટ ફરી એકવાર રાજયનું સૌથી ગરમ શહેર બન્યું
સાંજ સમાચાર

રાજકોટ,તા.11
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર -કચ્છમાં કાળઝાળ ગરમી વચ્ચે આજે સવારે ઠેર-ઠેર આંશિક વાદળો છવાયા હતાં.અને મોડી સવાર સુધી સૂર્ય અને વાદળો વચ્ચે સંતાકુકડીની રમત રમાતી રહી હતી. દરમ્યાન ગઈકાલે પણ રાજકોટ સહિત છ સ્થળોએ 40 થી 41 ડિગ્રી ઉપર મહત્તમ તાપમાન નોંધાયું હતું.

રાજયમાં સૌથી વધુ ગરમી ગઈકાલે ફરી એકવાર રાજકોટ ખાતે 41.7 ડિગ્રી નોંધાઈ હતી જયારે સુરેન્દ્રનગરમાં 41.1 ડિગ્રી, અમદાવાદમાં 41.5, અમરેલીમાં 40.2, વડોદરામાં 39.6, ભાવનગરમાં 37.5, તથા ભૂજ ખાતે 41.1 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.આ ઉપરાંત છોટા ઉદેપુરમાં 38.3, દોહાદમાં 38, ડાંગમાં 39.4, ડિસામાં 39.4, ગાંધીનગરમાં 41, નલિયામાં 37, અને નર્મદાખાતે 38.8, ડિગ્રી મહત્તમ તાપમાન સાથે આકરી ગરમી અનુભવાઈ હતી.

ઉપરાંત જામનગર શહેરમાં સતત બીજા દિવસે પણ મહતમ તાપમાન એટલે કે ગરમીનો પારો 37 ડિગ્રી આસપાસ રહ્યો હતો. તો લઘુતમ તાપમાન પણ 23 ડિગ્રી રહેતા વાતાવરણમાં ઉનાળાની ગરમી અનુભવાય હતી.એટલું જ નહીં શહેરીજનોએ ગરમીથી બચવા ચશમાં અને ટોપીનો સહારો લેતા તેની માંગ વધી હતી.

જામનગર શહેરમાં મહતમ તાપમાન 37.2 ડિગ્રી નોંધાયું હતું.તો લઘુતમ તાપમાન 23 ડિગ્રી રહ્યુ હતુ.શહેરના વાતાવરણમાં ભેજનું પ્રમાણ 93 ટકા અને પવનની ગતિ પ્રતિકલાક 7.7 નોંધાઇ હતી.જામનગરમાં  એપ્રિલ માસમાં મહતપ તાપમાનનો પારો 37 ડિગ્રી હોય આવનારા સમયમાં આ તાપમાન અન્ય શહેરોની માફક 40 ડિગ્રી પહોંચે તેવી સંભવના રહેલ છે.

વાતાવરણમાં ભેજનું પ્રમાણ 95 ટકાએ છે ત્યાંરે કમોસમી  વરસાદ ની આગાહી પણ કરવામાં આવી છે.ખેડૂતોએ ઉનાળા પાક સાથે ખરીફ પાકના વાવેતર માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj