રાજકોટ: ગુજરાતમાં ભાજપની ડખ્ખે ચડેલી સંગઠન નવરચનામાં જયારે કમુરતા બાદ પ્રદેશ પ્રમુખની નિયુક્તિ થવાની હતી ત્યાં જીલ્લા-મહાનગરોના પ્રમુખોની નિયુક્તિ પુર્વની તમામ પ્રક્રિયા પુરી કર્યા બાદ પણ હજુ નામો અંગે સસ્પેન્સ છે અને અનેક જીલ્લા-મહાનગરોમાં વિવાદ પણ છે તે વચ્ચે પક્ષના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી.નડ્ડાનો બે દિવસનો ગુજરાત પ્રવાસ હશે. આ પ્રક્રિયા આગળ વધારે છે કે કેમ તેના પર સૌની નજર છે.
શ્રી નડ્ડાના સતાવાર કાર્યક્રમો તો અલગ જ છે પણ તેઓ સંગઠન નવરચના અંગે પણ ખાસ કરીને પ્રદેશ પ્રમુખની નિયુક્તિ માટે જયારે કેન્દ્રીય નિરીક્ષક તરીકે પુર્વ પ્રભારી તથા કેબીનેટમંત્રી ભુપેન્દ્ર યાદવ નિયુક્ત થયા છે અને તેઓ આવતીકાલે ગાંધીનગર આવી રહ્યા છે તે પુર્વ નડ્ડાનું માર્ગદર્શન મહત્વનું બની રહેશે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજયભરમાં અસંતોષના કારણે ભાજપના અનેક એજન્ડા અટકી પડયા છે અને હવે સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની તથા જૂનાગઢ મહાપાલિકાની ચુંટણીઓ પણ આવી રહી છે તેથી જીલ્લા-પ્રમુખોની નિયુક્તિમાં ભાજપ સંભાળપૂર્વક આગળ વધશે.
તો મહાનગરોના વિવાદો જાણીતા છે. આજે શ્રી નડ્ડાના આગમન બાદ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે તેમને આવકાર્યા હતા. જેમાં પ્રદેશ મહામંત્રી શ્રી રજની પટેલ પણ હાજર રહ્યા હતા. શ્રી નડ્ડા અમદાવાદ ભાજપના ખાનપુર કાર્યાલયમાં પક્ષની બેઠકને સંબોધન કરશે. તેઓ તબીબોની એક બેઠકને પણ સંબોધન કરનાર છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy