વડાપ્રધાનને આવકારવા સૌરાષ્ટ્રવાસીઓમાં અનેરો થનગનાટ: ચેતન રામાણી

Saurashtra, Local | Rajkot | 24 February, 2024 | 03:37 PM
જનતાના વિકાસ માટે રૂ 53000 કરોડની ગુજરાતને ભેટ મળશે
સાંજ સમાચાર

રાજકોટ:તા 24 
 

ગુજરાત પ્રદેશ ભાજપ અગ્રણી તેમજ સૌરાષ્ટ્રના ખેડૂત આગેવાન ચેતનભાઇ રામાણી જણાવે છે કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આવતીકાલે તા.25 ને રવિવારે રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે તેમને હરહંમેશની જેમ ગુજરાતને કંઇક ને કંઇક ભેટ આપવાની પરંપરા ચાલુ રાખી છે જેમા વિકસીત ભારતના સ્વપનને અને અમૃતકાળના સંકલ્પને સાર્થક કરતા કુલ રૂ. 53000 કરોડથી વધુના વિવિધ વિકાસકાર્યોનો લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરી જનતાની સાથે વિકાસનો ઉત્સવ ઉજવવા આવી રહ્યા છે ત્યારે રાજકોટ જ નહી પણ સમગ્ર સૌરાષ્ટ્રવાસીઓના તેમને આવકારવા માટેનો એક અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે.

રાજકોટ ખાતેથી તેઓની રાજકીય કારકિર્દીની શરુવાત કરી તેને કર્મભૂમી બનાવી તેનુ રૂણ ચુકવવા અને લોકોને સંતુષ્ટ કરવા તેઓ હરહંમેશ કટીબધ્ધ રહ્યા છે તે હેતુસર રાજકોટ-સૌરાષ્ટ્રને આંતરરાષ્ટ્રીય કક્ષાની ભેટ ધરી છે. રવિવારે વડાપ્રધાન રાજકોટને આંતરરાષ્ટ્રીય કક્ષાની એઈમ્સ હોસ્પિટલ, જનાના હોસ્પિટલ અને રાજકોટ-સુરેન્દ્રનગર ડબલ ટ્રેક રેલવે લાઈન સહિતના હજારો કરોડો રૂપિયાના પ્રોજેક્ટની ભેટ આપવાના છે. આ સિવાય ઓખા અને બેટ દ્વારકા વચ્ચે 984 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા આઇકોનિક સિગ્નેચર બ્રીજની ભેટ સૌરાષ્ટ્રને પણ આપશે. 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj