અમરેલી ક્રાઈમ બ્રાંચે ઝડપેલ બુટલેગર ધીરેન કારીયાની 8 દિવસના રિમાન્ડ મંજૂર

Crime | Amreli | 24 February, 2024 | 12:37 PM
આરોપી 11 જિલ્લાના 18 ગુનાઓમાં વોન્ટેડ ધીરેન કારીયાનું રાજકિય આગેવાનો સાથેનું નેટવર્ક ખુલે તેવી શકયતા
સાંજ સમાચાર

(મિલાપ રૂપારેલ દ્વારા) અમરેલી,તા.24
 

ગુજરાતના 11 જિલ્લાઓના 18 ગુનાઓમાં મોસ્ટ વોન્ટેડ તેમજ પ9 ગુનાઓમાં સંડોવાયેલા જુનાગઢના મહિલા કોર્પોરેટરના પતિને લોકસભાની ચૂંટણી પહેલા અમરેલી લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા મઘ્યપ્રદેશ રાજયમાંથીઝડપી લેવામાં આવ્યો છે. બાદ ગઈકાલે આરોપીને કોર્ટમાં રજુ કરી રીમાન્ડની માંગણી કરાતા આરોપીને આઠ દિવસના પોલીસ રીમાન્ડ  ઉપર સોપવામાં આવેલ છે.

ગુજરાત રાજયના અલગ અલગ જિલ્લાઓના ગુનાઓમાં સંડોવાયેલ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા અમરેલી જિલ્લા પોલીસ દ્વારા ખાસ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. અને અમરેલી જિલ્લામાં ગુનાઓ આચરી, પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતા આરોપીઓ તથા જેલમાંથી ફરાર થયેલ કેદીઓને પકડી પાડવા અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. એ.એમ. પટેલને મળેલ ચોકકસ બાતમી હકિકત તેમજ ટેકનીકલ સોર્સ આધારે એલ.સી.બી. ટીમે ગુજરાત રાજયના અલગ અલગ 11 જિલ્લાઓના 18 ગુનાઓમાં વોન્ટેડ અને પ્રોહીબિશન સહિત કુલ પ9 ગુનાઓમાં સંડોવાયેલ આરોપી અને જુનાગઢના મહિલા કોર્પોરેટરના પતિ ધીરન અમૃતલાલ કારીયા, (રહે. જુનાગઢ)વાળાને અમરેલી પોલીસે મઘ્યપ્રદેશ રાજયના ઉજજૈન શહેર નજીકથી બાતમીના આધારે ઝડપી લીધો હતો.

ત્યારે નામચીન શખ્સને 11 જિલ્લાની પોલીસ શોધતી હોવા છતાં પણ આરોપી ઝડપાતો ના હોય જેથી આરોપીના રાજકીય કનેકશન અંગે પણ પોલીસે તપાસ હાથ ધરી છે. ત્થારે આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરવામાં આવતા આરોપીને 8 દિવસનાં પોલીસ રિમાન્ડ ઉપરસોંપવાનો કોર્ટે હુકમ કરેલ હતો.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj