નવી દિલ્હી, તા. 18
એક ભારતીય વ્યક્તિનું અમેરિકા જવાનું સપનું 40 સેકન્ડમાં જ ચકનાચૂર થઈ ગયું. તેણે વિઝા ઈન્ટવ્યુમાં અધિકારીએ પૂછેલા સવાલોના પ્રામાણિકતાથી જવાબ આપ્યા હોવા છતાં તેના વિઝા રિજેક્ટ કરી દેવાયા હતા.
આશ્ચર્યજનક વાત તો એ છે કે, તેણે માત્ર ત્રણ સવાલો જ પૂછાયા હતા. B1/B2 વિઝા માટે એપ્લાય કરનારા આ વ્યક્તિએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ રેડિટ પર પોતાની આપવિતી રજૂ કરી છે.
તેનો આ પોસ્ટ કરવાનો હેતુ એ જાણવાનો પણ છે કે, તેનાથી સવાલોના જવાબ આપવામાં શું ભૂલ થઈ ગઈ અને બીજી વખત વિઝા રિજેક્ટ ન થાય તે માટે તેણે શું ધ્યાન રાખવું જોઈએ.
નવી દિલ્હીમાં યુએસ એમ્બેસીમાં વિઝા ઈન્ટર્વ્યુ આપનારા આ વ્યક્તિએ પોસ્ટમાં જણાવ્યું છે કે, તેનો પ્લાન ફ્લોરિડા ફરવા જવાનો હતો. પોતાની બે અઠવાડિયાની ટૂર દરમિયાન તેણે ડિનઝી વર્લ્ડ, યુનિવર્સિલ સ્ટૂડિયોઝ, કેનેડી સ્પેસ સેન્ટર સહિતની જગ્યાઓએ ફરવાનું તેનું પ્લાનિંગ હતું.
આ વ્યક્તિના જણાવ્યા મુજબ, એમ્બેસીના અધિકારીએ તેને ત્રણ સવાલો પૂછ્યા હતા. તમે કેમ અમેરિકાનો પ્રવાસ કરવા માગો છો? તમે પહેલા ભારતની બહાર પ્રવાસ કરેલો છે? તમારા પરિવારના કોઈ સભ્ય કે મિત્રો અમેરિકામાં રહે છે?
આ વ્યક્તિના કહેવા મુજબ, તેણે ત્રણેય સવાલોના પ્રામાણિકતાથી જવાબ આપ્યા હતા. પહેલા સવાલના જવાબમાં તેણે જણાવ્યું હતું કે, તે ફ્લોરિડા ફરવા માટે જવા માગે છે.
બીજા સવાલનો તેણે એવો જવાબ આપ્યો હતો કે, તેણે પહેલા ક્યારેય ભારત બહાર પ્રવાસ કર્યો નથી. જ્યારે ત્રીજા સવાલના જવાબમાં તેણે કહ્યું હતું કે, તેની ગર્લફ્રેન્ડ ફ્લોરિડામાં રહેતી હતી.
જોકે, એમ્બેસીના અધિકારીને તેના જવાબથી સંતોષ થયો ન હતો અને એક મિનિટ કરતા પણ ઓછા સમયમાં તેના વિઝા રિજેક્ટ કરી દેવાયા હતા. આ વ્યક્તિનું કહેવું હતું કે, તે માત્રને માત્ર ફરવા માટે અમેરિકા જઈ રહ્યો હતો અને ફ્લોરિડા પસંદ કરવાનું કારણ એ હતું કે, તેની ગર્લફ્રેન્ડ ત્યાં રહેતી હતી.
તેણે રેડિટ કોમ્યુનિટીને પૂછ્યું છે કે, શું તે પ્રામાણિક રહેવાની સાથે આ સવાલોના અલગ રીતે જવાબ આપી શકાય તેમ હતા? તેણે એવું પણ પૂછ્યું છે કે, તે ફરવા જઈ રહ્યો હતો એટલે તેણે ગર્લફ્રેન્ડનો ઉલ્લેખ કરવાનું ટાળવું જોઈતું હતું?
સાથે જ તેણે પૂછ્યું છે કે, વિઝા માટે ફરી એપ્લાય કરતી વખતે તેણે શું ધ્યાન રાખવું જોઈએ?
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy