(અનીલ રાજા) પોરબંદર,તા.9
પોરબંદરના મોઢવાડા રોડ પર એક બાઇક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં બાઇકમાં સવાર 3 સભ્યોને ઇજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની ભાવસિંહજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
પોરબંદરના વડાળા ગામે રહેતા એક ખેડૂતના ખેતરમાં મજૂરીકામ માટે મધ્યપ્રદેશ પંથકમાંથી આવેલ અજય કરમસિંગ અનારે,આશા કરમસિંગ અનારે અને મુકેશ સુરેશ બામણીયા નામના ત્રણ સભ્યો બાઈક લઈને વડારા મોઢવાડા રોડ પર જતાં હતાં ત્યારે થાર કાર સાથે અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં બાઇકમાં સવાર એક બાળકી સહિત ત્રણ સભ્યોને ઇજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની ભાવસિંહજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
પથ્થરમારો:-
પોરબંદરમાં રોડ પર રઝળતા માનસિક અસ્થિર લોકોને કારણે ક્યારેક નુકશાની સહન કરવાનો વારો આવી રહ્યો છે આવી જ ઘટના ખાદી ભવન નજીક બની છે જેમાં માનસિક અસ્થિર એક યુવાને સીટી બસ પર પથ્થર મારો કર્યો હતો.
પોરબંદર શહેરમાં માનસિક અસ્થિર કેટલાક લોકો રસ્તા પર આટાફેરા કરતા નજરે ચડતા હોય છે. ત્યારે આવા પરમહંસો દ્વારા અવાર નવાર તોડફોડ કરતા હોવાની ઘટના સામે આવે છે.જેમાં આજે પોરબંદરના ખાદી ભવન નજીક સીટી બસ જતી હતી ત્યારે એક માનસિક અસ્થિર વ્યક્તિએ પથ્થર વડે હુમલો કર્યો હતો.આ ઘટનામાં સીટી બસના કાચને નુકશાન પહોંચ્યું હતું.આ ઘટનાને પગલે ટ્રાફિક પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી અને કાર્યવાહી હાથ ધરી હતી.
પાસાનું શસ્ત્ર ઉગામાયું
રાણાવાવના નામ ચીન શખ્સની સામે પાસાનું શસ્ત્ર ઉગામાયું આ શખ્શ ની સામે હાલ મા જ ખંડણીની બે ફરિયાદો નોધાઈ હતી ત્યારે પોલીસે તેને પાસા હેથળ સુરત જેલમાં ધકેલી દીધો છે.
રાણાવાવ અને પોરબંદરમાં પોતાને આર ટી આઈ એક્ટીવીસ્ટ ગણાવી અને વિનોદ હેમરાજ પરમાર નામનો શખ્સ બિલ્ડર સહિતના લોકો પાસે થી ખંડણી ઉઘરાવતો હોવાની ફરિયાદો ઉઠી હતી ત્યારબાદ વિનોદ પરમાર નામના આ શખ્સની સામે પોરબંદરના કીર્તિ મંદિર પોલીસ મથકમાં તેમજ રાણાવાવ પોલીસ મથકમાં તેમ અલગ અલગ ખંડણી અંગે બે ફરિયાદ નોધાઈ હતી .
ત્યારબાદ પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાની સુચના મુજબ પોલીસે પાસા ની દરખાસ્ત તૈયાર કરી હતી જે દરખાસ્ત જીલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા મંજુર કરવામાં આવતા લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમે રાણાવાવના આશાપુરા ચોક જૂની પોસ્ટ ઓફીસ નજીક રેહતા વિનોદ હેમરાજ પરમાર નામના આ શખ્સની અટકાયત કરી સુરજ જેલ ખાતે ધકેલી દીધો હતા
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy