વેરાવળની નિરાધારનો આધાર સંસ્થાને રોટલી બનાવવાનું ઓટોમેટીક મશીન ભેટ અપાયું

Local | Veraval | 12 February, 2024 | 01:24 PM
સાંજ સમાચાર

વેરાવળ,તા.12

વેરાવળમાં આવેલ નિરાધારા નો આધાર સંસ્થાને રોટલી બનાવવાનું ઓટોમેટીક મશીન ભેટ સ્વરૂપે મળેલ છે.ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય મથક વેરાવળમાં ડારી ટોલ નાકા પાસે વર્ષેથી ચાલતી સંસ્થા નિરધાર નો આધાર જેમાં કોઈ પણ જાતના જાતિ ધર્મના ભેદભાવ વગર માનસિક રીતે અસ્થિર કે અસહાય નિરાધાર 80 થી વધારે પ્રભુજીને રહેવા, જમવા તેમજ જીવન જરૂરી દરેક વસ્તુઓ નિશુલ્પણે દાતાઓના સહકારથી પુરી પાડવામાં આવે છે. સંસ્થાની પ્રવૃત્તિઓ પ્રેરિત થઈને દાતાઓના સહકારથી પ્રભુજીઓને જીવન નિર્વાહ કરવા સંપૂર્ણ વ્યવસ્થા આરોગ્યની પુરતી સાર સંભાળ રાખવામાં આવે છે.

આ સંસ્થાને અનેક દાતાઓ તરફથી અવાર નવાર જરૂરિયાત પૂરી પાડવામાં આવે છે ત્યારે વેરાવળ ખાતે ફીશ ઉદ્યોગ સાથે સંકળાયેલી કંપની દ્વારા સી.આર.એસ. પ્રવૃત્તિ અંતર્ગત નિરાધાર નો આધાર માનવસેવા આશ્રમને ઓટોમેટિક રોટલી બનાવવાનું મશીન ભેટ સ્વરૂપે આપી પ્રભુજીના જઠર અગ્નિને શાંત કરવામાં વધુ સરળતા રહે તેવા સંકલ્પ સાથે કંપનીના હોદ્દેદારોમાં મનિષભાઈ સુયાણી, મેહુલભાઈ વ્યાસ, હમીરભાઈ નકુમ દ્વારા અર્પણ કરી સેવા સાથે સમર્પણની ભાવના વ્યક્ત કરી છે. આ તકે નિરાર્ધાર નો આધાર સંસ્થાના હોદેદારો તેમજ અનિષ રાચ્છ સહીતના ઉપસ્થિત રહેલ હોવાનું એક યાદીમાં જણાવેલ છે. 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj